કોના બાપમાં તાકાત છે કે તે પાંચ શિફ્ટ કરે અને ટાઇમ પર સેટ પર આવી જાય

18 October, 2025 05:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગોવિંદાએ ટૂ મચ વિથ કાજોલ ઍન્ડ ટ્​િવન્કલમાં તેની લેટલતીફની ઇમેજ વિશે વાત કરી છે

ગોવિંદા

એક સમયના સુપરસ્ટાર ગોવિંદાની ઇમેજ એવી છે કે તે હંમેશાં સેટ પર મોડો આવે છે જેને કારણે શૂટિંગમાં બહુ સમસ્યા થાય છે. બૉલીવુડમાં ગોવિંદાની ઇમેજ આ મામલે નેગેટિવ છે. ગોવિંદાએ તાજેતરમાં કાજોલ અને ટ્​િવન્કલ ખન્નાના શો ‘ટૂ મચ વિથ કાજોલ ઍન્ડ ટ્વિન્કલ’માં હાજરી આપી હતી ત્યારે તેણે પોતાની લેટલતીફની ઇમેજની સ્પષ્ટતા કરી હતી. આ મામલે ગોવિંદાએ જણાવ્યું કે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં લોકો મારા મોડા આવવા વિશે બદનામ કરે છે ત્યારે મને દુઃખ થાય છે.

ગોવિંદા સેટ પર લેટ પહોંચે છે એવી ચર્ચા વિશે જણાવતાં ગોવિંદાએ કહ્યું હતું કે આવી ચર્ચાને કારણે તેની કેટલીક પ્રોફેશનલ રિલેશનશિપને નુકસાન થયું હતું. તેણે કહ્યું કે ‘મારી બહુ બદનામી થઈ છે કે હું ટાઇમસર આવતો નથી. કોના બાપમાં તાકાત છે કે તે પાંચ શિફ્ટ કરે અને ટાઇમ પર આવી જાય. પૉસિબલ જ નથી. આટલું બધું શૂટિંગ કેવી રીતે કરશે માણસ? અહીં તો લોકો એક પિક્ચરમાં જ થાકી જાય છે.’

bollywood buzz kajol twinkle khanna amazon prime bollywood news bollywood gossips bollywood entertainment news