01 July, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઇલ તસવીર
`હેરા ફેરી 3` (Hera Pheri 3) ફિલ્મ છેલ્લા કેટલાક સમયથી વિવાદોથી ઘેરાયેલી છે. આ ફિલ્મને લગતો સૌથી મોટો વિવાદ (Hera Pheri 3 controversy) એટલે ફિલ્મમાંથી બાબુરાઓ (Baburao) ઉર્ફ પરેશ રાવલ (Paresh Rawal)ની એક્ઝિટ. આજે આ ફિલ્મ પાછી ચર્ચામાં આવી છે કારણકે, અભિનેતા પરેશ રાવલે `હેરા ફેરી 3`માં વાપસી કરી છે. પરેશ રાવલે આગામી ફિલ્મ `હેરા ફેરી 3`માંથી નીકળી જવાની જાહેરાત કર્યાના અઠવાડિયા પછી, અભિનેતાએ હવે ફ્રેન્ચાઇઝમાં પાછા ફરવાની પુષ્ટિ કરી છે. હિમાંશુ મહેતા સાથે તેમના પોડકાસ્ટ પર વાત કરતા, પરેશ રાવલે ફિલ્મની આસપાસના વિવાદ પર પણ વાત કરી. તેમણે અક્ષય કુમાર (Akshay Kumar), સુનીલ શેટ્ટી (Suniel Shetty) અને પ્રિયદર્શન (Priyadarshan)ની પણ પ્રશંસા કરી.
પરેશ રાવલે `હેરા ફેરી 3` ફિલ્મમાં પાછા ફરવાની પુષ્ટિ (Paresh Rawal confirms return in Hera Pheri 3) કરી છે, જેનાથી `હેરા ફેરી 3`ના વિવાદનો અંત આવ્યો છે. થોડા સમય પહેલા, સર્જનાત્મક મતભેદોને કારણે, પરેશ રાવલે ફિલ્મ છોડી દીધી હતી, જેનાથી ચાહકો બહુ જ નિરાશ થયા હતા. જોકે, હવે અભિનેતાએ ફિલ્મમાં પાછા ફરવાની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે, તે ઇચ્છે છે કે બધા સાથે આવે અને સખત મહેનત કરે.
પરેશ રાવલને હિમાંશુ મહેતાના પોડકાસ્ટમાં `હેરા ફેરી 3` સંબંધિત વિવાદ વિશે પૂછવામાં આવ્યું હતું. આના જવાબમાં તેમણે કહ્યું, `ના, કોઈ વિવાદ નથી. મને લાગે છે કે જ્યારે લોકોને કોઈ વસ્તુ ખૂબ ગમે છે, ત્યારે તમારે વધુ કાળજી લેવી પડશે. પ્રેક્ષકો પ્રત્યે આપણી કેટલીક જવાબદારીઓ છે. પ્રેક્ષકોએ તમારી ખૂબ પ્રશંસા કરી છે. તમે વસ્તુઓને હળવાશથી ન લઈ શકો. સખત મહેનત કરીને તેમને આપો. તેથી જ હું માનતો હતો કે જે પણ તમારા હાથમાં આવે છે, તેમાં સખત મહેનત કરો અને બીજું કંઈ નહીં.`
વાતચીતમાં જ્યારે પરેશ રાવલેને પૂછવામાં આવ્યું કે, શું તે હવે ફિલ્મમાં જોવા મળશે? આના જવાબમાં અભિનેતાએ કહ્યું, ‘તે પહેલા પણ આવવાનું હતું, પરંતુ આપણે પોતાને વધુ સારા બનાવવા પડ્યા. અંતે, દરેક વ્યક્તિ ખૂબ જ સર્જનાત્મક છે, પછી ભલે તે પ્રિયદર્શન હોય, અક્ષય હોય કે સુનીલ. તેઓ વર્ષોથી મારા મિત્રો છે.’
તમને જણાવી દઈએ કે, પરેશ રાવલ ફિલ્મ `હેરા ફેરી 3`નો ભાગ હતા. જોકે, તેમણે એક ઇન્ટરવ્યુમાં ફિલ્મ છોડવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ ફિલ્મનું નિર્માણ અક્ષય કુમાર (Akshay Kumar) કરી રહ્યો છે. આવી સ્થિતિમાં, પરેશના અચાનક ફિલ્મ છોડવાના સમાચાર આવ્યા બાદ, અભિનેતાની ટીમે તેમને કાનૂની નોટિસ મોકલી હતી. અક્ષયના વકીલ પૂજા તિડકેએ કહ્યું હતું કે, પ્રોડક્શન કંપનીએ ફિલ્મ પર ઘણા પૈસા ખર્ચ્યા છે, તેથી આ મામલે કાનૂની કાર્યવાહી કરી શકાય છે. જ્યારે વિવાદ વધ્યો, ત્યારે પરેશ રાવલે ફિલ્મની સાઇનિંગ રકમ ૧૧ લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજ સાથે પરત કરી દીધી. પછી, વિવાદ એ પણ ઉભો થયો કારણ કે પરેશ રાવલે ફિલ્મ છોડવાની વાત કરતા પહેલા મીડિયામાં તેની જાહેરાત કરી હતી.
દિગ્દર્શક પ્રિયદર્શન સાથેના સર્જનાત્મક મતભેદોને કારણે પરેશ રાવલે ફિલ્મ છોડી દીધી હતી.
પોતાનો મુદ્દો સ્પષ્ટ કરતા, પરેશ રાવલે ૧૮ મેના રોજ X પર લખ્યું હતું કે, ‘હું એ વાત રેકોર્ડ પર મૂકવા માંગુ છું કે `હેરા ફેરી 3` થી દૂર રહેવાનો મારો નિર્ણય સર્જનાત્મક મતભેદોને કારણે નહોતો. હું પુનરાવર્તિત કરું છું કે ફિલ્મ નિર્માતા સાથે કોઈ સર્જનાત્મક મતભેદ નથી. મને શ્રી પ્રિયદર્શન માટે અપાર પ્રેમ, આદર અને વિશ્વાસ છે.’
ફિલ્મમાંથી પરેશ રાવલની એક્ઝિટના બે દિવસ પછી, અક્ષય કુમારની પ્રોડક્શન કંપનીએ શૂટિંગમાં ખલેલ પહોંચાડવા બદલ પરેશ રાવલ સામે ૨૫ કરોડ રૂપિયાનો દાવો દાખલ કર્યો હતો. અક્ષય કુમાર `હેરા ફેરી 3`ના નિર્માતા પણ છે, જેણે નિર્માતા ફિરોઝ નડિયાદવાલા (Firoz Nadiadwala) પાસેથી કાયદેસર રીતે તેના અધિકારો ખરીદ્યા છે.
કાનૂની ઝઘડા બાદ, પરેશની કાનૂની ટીમે જાહેરાત કરી કે અભિનેતાએ અક્ષયની પ્રોડક્શન કંપનીને ૧૫ ટકા વ્યાજ સાથે ૧૧ લાખ રૂપિયા પરત કરી દીધા છે.
જોકે, હવે આ મામલો શાંત પડ્યો છે અને ફિલ્મ `હેરા ફેરી 3`માં પરેશ રાવલની વાપસીથી ફેન્સ બહુ ખુશ થયા છે.