પર્સનાલિટી રાઇટ્સ મામલે હાઈ કોર્ટે આપ્યો કાજોલની તરફેણમાં ચુકાદો

26 February, 2026 12:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા યુગમાં તેની ઓળખનો દુરુપયોગ થવાના મામલે કાજોલે દિલ્હી હાઈ કોર્ટમાં અપીલ કરી હતી

કાજોલ

સોશ્યલ મીડિયા યુગમાં તેની ઓળખનો દુરુપયોગ થવાના મામલે કાજોલે દિલ્હી હાઈ કોર્ટમાં અપીલ કરી હતી. હવે દિલ્લી હાઈ કોર્ટે તેના પક્ષમાં ચુકાદો આપ્યો છે જેના કારણે તેને મોટી રાહત મળી છે. હાઈ કોર્ટે કાજોલના પક્ષમાં ચુકાદો આપતાં સોશ્યલ મીડિયા અને અન્ય પ્રમોશનલ પ્લૅટફૉર્મ પરથી કાજોલની ઓળખ સાથે જોડાયેલી તમામ આપત્તિજનક અને અશ્લીલ કન્ટેન્ટ દૂર કરવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને ડીપફેક જેવાં ટૂલ્સનો ઉપયોગ કરીને કાજોલનાં નામ, અવાજ અથવા લોકપ્રિયતાનો દુરુપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ  સિવાય કોર્ટે કોઈ પણ સંસ્થા અથવા વ્યક્તિને પોતાના પ્રમોશન કે નાણાકીય લાભ માટે કાજોલનાં નામ અને પ્રસિદ્ધિનો ઉપયોગ ન કરવા પણ નિર્દેશ આપ્યો છે.

kajol bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news delhi high court social media