દર્દભરી લવ-સ્ટોરી લઈને આવશે હિમેશ રેશમિયા

25 July, 2024 11:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મ્યુઝિકલ ફિલ્મ જાનમ તેરી કસમ થશે આવતા વર્ષે રિલીઝ

હિમેશ રેશમિયા

હિમેશ રેશમિયાએ તેની આગામી ફિલ્મ ‘જાનમ તેરી કસમ - અ સ્ટોરી ઑફ ધ સૅડેસ્ટ લવ’ની જાહેરાત કરી છે. આ ફિલ્મને તેણે પ્રોડ્યુસ કરી છે અને મ્યુઝિક પણ તેનું જ રહેશે. ફિલ્મને આવતા વર્ષે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનું ટીઝર અને પોસ્ટર તેણે ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યું છે. ફિલ્મમાં પ્રેમ અને ઇમોશન્સનો ભરપૂર ડોઝ જોવા મળશે. હિમેશનું માનવું છે કે આ ફિલ્મ લોકોને હંમેશાં યાદ રહેશે. ફિલ્મનું ટીઝર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને હિમેશ રેશમિયાએ કૅપ્શન આપી, ‘‘જાનમ તેરી કસમ - અ સ્ટોરી ઑફ ધ સૅડેસ્ટ લવ’ હિમેશ રેશમિયાની મ્યુઝિકલ ફિલ્મ છે. ફિલ્મને ૨૦૨૫માં દશેરા દરમ્યાન રિલીઝ કરવામાં આવશે.’

himesh reshammiya bollywood news bollywood gossips bollywood entertainment news