21 October, 2025 09:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇબ્રાહિમ અલી ખાન
સૈફ અલી ખાન અને તેની ભૂતપૂર્વ પત્ની અમૃતા સિંહના દીકરા ઇબ્રાહિમ અલી ખાને ધર્મા પ્રોડક્શનના બૅનર હેઠળ બનેલી ફિલ્મ ‘નાદાનિયાં’થી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ફિલ્મમાં તેની સાથે લીડ રોલમાં ખુશી કપૂર હતી. OTT પર રિલીઝ થયેલી આ રોમૅન્ટિક ફિલ્મને ખરાબ રિવ્યુ મળ્યા હતા અને ઇબ્રાહિમને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવ્યો હતો. એ સમયે તો ઇબ્રાહિમે કાંઈ નહોતું કહ્યું, પણ હવે તેણે પોતાના એક ઇન્ટરવ્યુમાં ‘નાદાનિયાં’ને ખરાબ ફિલ્મ ગણાવી છે.
આ ઇન્ટરવ્યુમાં ઇબ્રાહિમે જણાવ્યું હતું કે ‘કેટલાક સમય પહેલાં સૌ મારા લૉન્ચની રાહ જોઈ રહ્યા હતા અને ‘નાદાનિયાં’ પછી હાઇપ ખૂબ ઘટી ગઈ, કારણ કે મારી ડેબ્યુ ફિલ્મમાં દમ નહોતો. હું સ્પષ્ટપણે કહીશ કે એ એક ખરાબ ફિલ્મ હતી.’
ઇબ્રાહિમને લાગે છે કે તે થોડો જલદી બૉલીવુડમાં આવી ગયો હતો, કારણ કે તેણે ૨૧ વર્ષની ઉંમરે શૂટિંગ શરૂ કરી દીધું હતું. ઇબ્રાહિમને લાગે છે કે તેણે થોડા સમય સુધી રાહ જોવાની જરૂર હતી, પણ હવે તે પોતાની સ્કિલને વધારે નિખારવા માટે મહેનત કરી રહ્યો છે.