30 June, 2025 09:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇબ્રાહિમ અલી ખાને સોશ્યલ મીડિયા પર વેકેશનની કેટલીક ઝલક શૅર કરી છે
સૈફ અલી ખાન પરિવાર સાથે વેકેશન માણી રહ્યો છે. સૈફની પહેલી પત્ની અમૃતા સિંહના દીકરા ઇબ્રાહિમ અલી ખાને સોશ્યલ મીડિયા પર વેકેશનની કેટલીક ઝલક શૅર કરી છે. ઇબ્રાહિમે શનિવારે મોડી રાત્રે ત્રણ ફોટો પોસ્ટ કર્યા. ઇબ્રાહિમે કૅપ્શનમાં લખ્યું, ‘પાર્ક ડે.’
આ તસવીરોમાંથી એક ફોટોમાં જમીન પર પડેલા ઝાડ પર સૈફ પોતાના મોટા દીકરા ઇબ્રાહિમના ખભા પર હાથ રાખીને ઊભો છે, જ્યારે ઇબ્રાહિમે પણ પોતાના અબ્બાના ખભા પર હાથ રાખીને પોઝ આપ્યો છે. તેમની બાજુમાં બેઠેલા તૈમુરે પોતાના ભાઈ જેહના ખભા પર હાથ રાખ્યો છે, પરંતુ જેહનું ધ્યાન તો કોઈ બીજી જગ્યાએ છે.
બીજા ફોટોમાં તૈમુર અને જેહ ક્રિકેટ રમી રહ્યા છે. કરીનાનો મોટો દીકરો બોલિંગ કરી રહ્યો છે અને નાનો જેહ બૅટિંગ કરી રહ્યો છે.
ઇબ્રાહિમની પોસ્ટ કરેલી તસવીરો ફૅન્સને બહુ પસંદ પડી રહી છે અને તેઓ એના પર કમેન્ટ કરી રહ્યા છે.