15 March, 2025 04:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તૈમૂર ઇક્બત અને ઇબ્રાહિમ અલી ખાન (તસવીર: સોશિયલ મીડિયા)
બૉલિવૂડના પ્રખ્યાત ઍક્ટર સૈફ અલી ખાનના દીકરા ઇબ્રાહિમ અલી ખાને માર્ચ મહિનાની શરૂઆતે ફિલ્મ `નાદાનિયાં`થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. જોકે આ ફિલ્મને દર્શકો તેમ જ ક્રિટિક્સ તરફથી પણ નેગેટિવ રિવ્યુ મળ્યા. ફિલ્મને મિશ્ર પ્રતિભાવો મળ્યા પણ એવું લાગે છે કે ફિલ્મ બાબતે એક ક્રિટિક (વિવેચક)ના શબ્દોએ ઇબ્રાહિમ અલી ખાનને ખૂબ જ પરેશાન કર્યા છે. ઇબ્રાહિમની પહેલી ફિલ્મને એક પાકિસ્તાની ફિલ્મ ક્રિટિક દ્વારા રિવ્યુ કરવામાં આવી હતી. જોકે ઇબ્રાહિમને આ ગમ્યું નહીં અને તેણે સોશિયલ મીડિયા પર જવાબ આપ્યો જેને કારણે તે હવે વિવાદમાં ફસાયો છે.
પાકિસ્તાની ફિલ્મ ક્રિટિક તૈમૂર ઇક્બતે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આરોપ લગાવ્યો છે કે ઇબ્રાહિમે ઇન્સ્ટાગ્રામ પર તેને મૅસેજ મોકલીને તેને ધમકી આપી હતી. તૈમૂરે શૅર કરેલા સ્ક્રીનશોટ મુજબ, ઇબ્રાહિમે મૅસેજમાં લખ્યું હતું કે, `તૈમૂર લગભગ તૈમૂર જેવો જ છે... તને મારા ભાઈનું નામ મળી ગયું.` તને શું ન મળ્યું તે વિચાર? તેનો ચહેરો. તું કદરૂપો કચરો છે. તું તારા શબ્દો તારી પાસે રાખી શકતો નથી, તેથી ચિંતા કર નહીં, તે પણ તારા જેટલા જ ખરાબ છે. તું કદરૂપો, મને તારા અને તારા પરિવાર માટે ખરાબ લાગે છે અને જો હું તને એક દિવસ રસ્તાઓ પર જોઉં, તો હું ખાતરી કરીશ કે હું તને તારા કરતા પણ વધુ કદરૂપો બનાવીશ - તું કચરો ફેંકી રહ્યો છે.”
ઇબ્રાહિમ અલી ખાને તૈમૂરને મૅસેજ કર્યો!
તૈમૂરે પણ ઇબ્રાહિમને આપવામાં કોઈ સંકોચ ન કર્યો. તેણે શૅર કરેલા સ્ક્રીનશોટ મુજબ, તેણે જવાબ આપ્યો, "હાહાહાહાહા જુઓ આ મારો માણસ છે." આ એ જ માણસ છે જેને હું ફિલ્મમાં જોવા માગુ છું. તે નકલી કોર્નેટ્ટો, લાગણીશીલ અને શરમજનક વ્યક્તિ નથી. પણ હા, નાકની સર્જરીની ટિપ્પણી ખરાબ હતી. બાકીનું હું સંપૂર્ણપણે સ્વીકારું છું. હું તારા પિતાનો ખૂબ મોટો ફૅન છું, તેમને નિરાશ ન કર.
`નાદાનિયાં`ના રિવ્યૂમાં કરવામાં આવેલ કટાક્ષ
તૈમૂરની સ્ટોરી મુજબ જે કથિત ફિલ્મ રિવ્યુને લીધે આ વિવાદ થયો હતો તે હવે ઉપલબ્ધ નથી. જોકે, આ મૅસેજ પરથી સ્પષ્ટ થાય છે કે તૈમુરે તેની પોસ્ટમાં પણ અભિનેતા પર કટાક્ષ કર્યો હતો.
ઇબ્રાહિમે તૈમૂરને બ્લૉક કર્યો
વધુમાં, તૈમૂરે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર સ્ક્રીનશોટ શૅર કરતાની સાથે જ એક ઇન્ટરનેટ યુઝરે લખ્યું- તમે તેના અભિનયની સમીક્ષા કરી શકો છો... નાક પરની ટિપ્પણી બિનજરૂરી હતી, જેના જવાબમાં તૈમૂરે જવાબ આપ્યો- હું સંમત છું અને તેથી મારા DM માં તે ટિપ્પણી માટે માફી માગુ છું. તૈમૂરે પોતાની સોશિયલ મીડિયા સ્ટોરીમાં એ પણ શૅર કર્યું કે ઇબ્રાહિમે તેને ઇન્સ્ટાગ્રામ પર બ્લૉક કરી દીધો છે.