24 December, 2025 02:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સિમર ઍક્ટર અક્ષય કુમારની બહેન અલકા ભાટિયાની દીકરી છે
પહેલી જાન્યુઆરીએ અમિતાભ બચ્ચનના દોહિત્ર અગસ્ત્ય નંદાને લીડ રોલમાં ચમકાવતી ‘ઇક્કીસ’ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અગસ્ત્યની હિરોઇન સિમર ભાટિયા છે. રિયલ લાઇફમાં સિમર ઍક્ટર અક્ષય કુમારની બહેન અલકા ભાટિયાની દીકરી છે. આ સંબંધોને કારણે સોમવારે કલાકારો અને તેમના પરિવારજનો માટે યોજાયેલા ‘ઇક્કીસ’ના સ્પેશ્યલ સ્ક્રીનિંગમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, અગસ્ત્યની બહેન નવ્યા નવેલી નંદા તેમ જ અક્ષય કુમાર જેવી સેલિબ્રિટીઝ હાજર રહી હતી. જોકે આ તમામ સેલિબ્રિટીઝમાં સૌથી વધારે ધ્યાન હિરોઇન સિમરની મમ્મી અને અક્ષય કુમારની બહેન અલકાએ ખેંચ્યું હતું.
અક્ષય કુમારની બહેન અલકા સામાન્ય રીતે લાઇમલાઇટથી દૂર રહે છે અને સોશ્યલ મીડિયાથી પણ અંતર જાળવી રાખે છે પરંતુ તાજેતરમાં જ્યારે પંચાવન વર્ષની અલકા દીકરી સિમરની ડેબ્યુ ફિલ્મ ‘ઇક્કીસ’ના સ્ક્રીનિંગમાં પહોંચી ત્યારે તેની સુંદરતા આકર્ષણનું કેન્દ્ર બની હતી.
અક્ષય કુમારની પહેન અલકા ભાટિયા ભૂતકાળમાં પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં રહી ચૂકી છે. તે ૨૦૧૨માં તેનાં બીજાં લગ્નને કારણે ચર્ચામાં આવી હતી. અલકાએ ૧૯૯૭માં વૈભવ કપૂર સાથે પ્રથમ લગ્ન કર્યાં હતાં અને દીકરી સિમરની મમ્મી બની હતી. જોકે થોડાં વર્ષોમાં જ બન્નેના સંબંધોમાં તનાવ આવી ગયો અને અંતે બન્નેએ છૂટાછેડા લઈ લીધા. વર્ષો સુધી અલકાએ એકલાએ જ પોતાની દીકરીનો ઉછેર કર્યો. આ પછી તેની જિંદગીમાં તેનાથી ૧૫ વર્ષ મોટા બિઝનેસ ટાઇકૂન સુરેન્દ્ર હીરાનંદાનીની એન્ટ્રી થઈ અને બન્નેએ ૨૦૧૨માં લગ્ન કર્યાં.