10 March, 2026 10:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચનની ફાઇલ તસવીર
ભારતીય ક્રિકેટ ટીમે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ન્યુ ઝીલૅન્ડને રાષ્ટ્રીય ક્રિકેટ ટીમને હરાવીને ટ્રોફી પોતાના નામે કરી. આ ઐતિહાસિક જીત પછી દેશભરમાં ક્રિકેટચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો અને અનેક સ્થળોએ ઉજવણી કરવામાં આવી. આ દરમ્યાન અમિતાભ બચ્ચને ટીમ ઇન્ડિયાની જીત સાથે જોડાયેલી પોતાની એક માન્યતા જાહેર કરી છે.
ટીમ ઇન્ડિયાની જીત પછી અમિતાભ બચ્ચને પોતાની મજેદાર પોસ્ટમાં જણાવ્યું કે ટીમ ઇન્ડિયાની જીત પાછળ તેમની માન્યતાનો પણ હાથ છે. તેમણે સોશ્યલ મીડિયા પર ટીમ ઇન્ડિયાની જીતની કેટલીક તસવીરો શૅર કરી અને લખ્યું, ‘કહ્યું હતુંને, હું નહીં જોઉં તો તેઓ જીતી જશે! થઈ ગયું!’ બિગ બીએ પોતાની આ કૅપ્શન દ્વારા ઇશારો કર્યો કે તેમણે ફાઇનલ મૅચ જોઈ જ નહોતી.
અમિતાભ આ પહેલાં અનેક વખત કહી ચૂક્યા છે કે કે જ્યારે તેઓ ભારતીય ટીમની મૅચ જુએ છે ત્યારે ટીમ હારી જાય છે અને આ કારણે જ તેઓ ટીમ ઇન્ડિયાની મૅચ જોતા જ નથી.