પાકિસ્તાની પત્રકાર સાથેના વિડિયોને કારણે ઇન્ડિયન આઇડલમાંથી વિશાલ દાદલાણીની હકાલપટ્ટીની થઈ ડિમાન્ડ

29 March, 2026 03:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર કેટલાક યુઝર્સે સોની ટીવીને ટાર્ગેટ કરતાં કહ્યું છે કે જો વિશાલ દાદલાણીને શોમાંથી દૂર નહીં કરવામાં આવે તો તેઓ શોનો બૉયકૉટ કરશે. યુઝર્સનો દાવો છે કે આવા વિવાદિત વ્યક્તિને મોટા પ્લૅટફૉર્મ પર સ્થાન આપવું યોગ્ય નથી.

પાકિસ્તાની પત્રકાર સાથેના વિશાલ દાદલાણી

મ્યુઝિક-કમ્પોઝર વિશાલ દાદલાણી વિવાદોમાં ઘેરાઈ ગયો છે. હાલમાં તેની એક પાકિસ્તાની પત્રકાર સફીના ખાન સાથેની તસવીરો અને વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા બાદ જબરદસ્ત ધમાલ થઈ રહી છે. આ મુદ્દાને લઈને હવે સોશ્યલ મીડિયા પર તેને ‘ઇન્ડિયન આઇડલ’માંથી દૂર કરવાની માગણી થઈ રહી છે. આ વિવાદાસ્પદ વિડિયોમાં સફીના ખાન વાતચીત દરમ્યાન વિશાલની પ્રશંસા કરતી જોવા મળે છે, જ્યારે વિશાલ પણ તેનો આભાર માની રહ્યો છે. રિપોર્ટ્‌સ અનુસાર સફીના ખાન સામાન્ય પત્રકાર નથી અને તેના પર કથિત રીતે પાકિસ્તાની ગુપ્તચર સંસ્થા ISI સાથે જોડાણના આરોપો લાગી ચૂક્યા છે. આ કારણસર જ વિશાલ દાદલાણીની આ મુલાકાતને લઈને વિવાદ વધુ તેજ બન્યો છે. સોશ્યલ મીડિયા પર કેટલાક યુઝર્સે સોની ટીવીને ટાર્ગેટ કરતાં કહ્યું છે કે જો વિશાલ દાદલાણીને શોમાંથી દૂર નહીં કરવામાં આવે તો તેઓ શોનો બૉયકૉટ કરશે. યુઝર્સનો દાવો છે કે આવા વિવાદિત વ્યક્તિને મોટા પ્લૅટફૉર્મ પર સ્થાન આપવું યોગ્ય નથી.

indian idol vishal dadlani pakistan bollywood buzz bollywood bollywood gossips bollywood news entertainment news