વિદ્યા બાલન સાથે કામ કરવાનું સપનું પૂરું થયું ઇકબાલ ખાનનું

08 September, 2021 12:17 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેઓ હવે ‘જલસા’માં સાથે કામ કરશે

ઇકબાલ ખાન

ઇકબાલ ખાનનું વિદ્યા બાલન સાથે કામ કરવાનું સપનું પૂરું થયું છે. તેઓ હવે ‘જલસા’માં સાથે કામ કરશે. આ ફિલ્મમાં તેમની સાથે શેફાલી શાહ પણ કામ કરી રહી છે. આ વિશે વાત કરતાં ઇકબાલે કહ્યું હતું કે ‘મેકર્સ દ્વારા ખૂબ જ અદ્ભુત કાસ્ટ પસંદ કરવામાં આવી છે. મારા માટે સ્ટોરી હંમેશાં મહત્ત્વ ધરાવે છે. ‘જલસા’ની સ્ટોરી ખૂબ જ સારી હોવાથી મેં આ ફિલ્મ પસંદ કરી છે. આ ખૂબ જ પાવરફુલ, યુનિક અને અદ્ભુત પાત્રોની સ્ટોરી છે. હું આ ફિલ્મની સ્ટોરી વિશે ડીટેલમાં વાત કરી શકું એમ નથી, પરંતુ ડિરેક્ટર સુરેશ ત્રિવેદી ખૂબ જ સારી સ્ટોરી લઈને આવી રહ્યા છે. મારું પાત્ર ખૂબ જ સારું છે, પરંતુ તેમણે જો મને કોઈ સામાન્ય પાત્ર પણ આપ્યું હોત તો મેં એ ભજવ્યું હોત. હું હંમેશાં વિદ્યા સાથે કામ કરવા માગતો હતો. ડિરેક્ટર સુરેશ દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી અને એ પણ વિદ્યા એમાં કામ કરી રહી હોય એવી ફિલ્મ મારા માટે સોને પે સુહાગા જેવી વાત છે.’

entertainment news bollywood bollywood news upcoming movie iqbal vidya balan