02 April, 2025 06:53 AM IST | Guwahati | Gujarati Mid-day Correspondent
મલાઇકા અરોરા, શ્રીલંકન ક્રિકેટર કુમાર સંગકારા
અરબાઝ ખાનની ભૂતપૂર્વ પત્ની મલાઇકા અરોરા તેની પર્સનલ લાઇફને કારણે સતત ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલાં વર્ષોની રિલેશનશિપ પછી મલાઇકા અને અર્જુન કપૂરે અલગ થવાનો નિર્ણય લીધો હતો. જોકે હવે લાગે છે કે મલાઇકા બ્રેકઅપના દર્દમાંથી બહાર આવી ગઈ છે અને પોતાના જીવનમાં આગળ વધી ગઈ છે. હાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મૅચો ચાલી રહી છે એ દરમ્યાન મલાઇકાનું નામ શ્રીલંકન ક્રિકેટર કુમાર સંગકારા સાથે જોડાઈ રહ્યું છે. કુમાર સંગકારા શ્રીલંકાનો ભૂતપૂર્વ ક્રિકેટર છે અને રાજસ્થાન રૉયલ્સનો ક્રિકેટ ડિરેક્ટર છે. તેનાં લગ્ન ૨૦૦૩માં થયાં હતાં. તેને એક દીકરો અને એક દીકરી છે. રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે રમાયેલી મૅચમાં મલાઇકા રાજસ્થાનની ટીમને સપોર્ટ કરવા આવી હતી એ દરમ્યાન કુમાર સંગકારા પણ તેની સાથે હાજર હતો. આ મૅચમાં બન્ને એકસાથે દેખાતાં હવે તેમના ડેટિંગની ચર્ચાએ વેગ પકડ્યો છે. બન્નેના ફોટો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. જોકે આ મામલે મલાઇકાએ હજી સુધી કોઈ સ્પષ્ટતા નથી કરી.