23 January, 2026 10:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તારાએ સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ ફોટો શૅર કર્યો છે
હાલમાં તારા સુતરિયા સતત લાઇમલાઇટમાં છે. થોડા દિવસ પહેલાં જ તેના અને બૉયફ્રેન્ડ વીર પહારિયાના બ્રેકઅપના સમાચાર આવ્યા હતા. જોકે આ મામલે તારા કે વીરે કોઈ સ્પષ્ટતા નથી કરી. એ પછી તારાએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક ફોટો શૅર કર્યો છે. આ તસવીરમાં હાથમાં એક કાળો મગ પકડીને તારા કૉફી પીતી જોવા મળે છે. જોકે લોકોનું ધ્યાન મગ પર નહીં પણ તેણે હાથમાં પહેરેલી વીંટી પર ગયું છે. તસવીરમાં તારા પોતાના ડાબા હાથની ફિંગરમાં એક મોટી ડાયમન્ડ રિંગ પહેરેલી જોવા મળે છે જે ખરેખર ખૂબ આકર્ષક છે. આ રિંગ જોઈને ફૅન્સને લાગી રહ્યું છે કે તારા કદાચ સગાઈ કરી ચૂકી છે અને તેઓ એ વિશે સવાલ કરી રહ્યા છે.