દેવદાસમાં શાહરુખ ખાનને સાઇન કરવામાં આવતાં સલમાન થયો હતો ભારે અપસેટ:ઇસ્માઇલ દરબાર

18 October, 2025 06:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મ્યુઝિક-ડિરેક્ટર ઇસ્માઇલ દરબારે હાલમાં એક ઇન્ટરવ્યુમાં અનેક વિવાદાસ્પદ મુદ્દાઓ વિશે વાત કરી હતી. આમાં સલમાન ખાન અને સંજય લીલા ભણસાલી વચ્ચે થયેલો અણબનાવ તેમ જ સલમાન અને ઐશ્વર્યા રાય વચ્ચેના ઝઘડાનો પણ સમાવેશ થાય છે.

દેવદાસમાં શાહરુખ ખાનને સાઇન કરવામાં આવતાં સલમાન થયો હતો ભારે અપસેટ:ઇસ્માઇલ દરબાર

મ્યુઝિક-ડિરેક્ટર ઇસ્માઇલ દરબારે હાલમાં એક ઇન્ટરવ્યુમાં અનેક વિવાદાસ્પદ મુદ્દાઓ વિશે વાત કરી હતી. આમાં સલમાન ખાન અને સંજય લીલા ભણસાલી વચ્ચે થયેલો અણબનાવ તેમ જ સલમાન અને ઐશ્વર્યા રાય વચ્ચેના ઝઘડાનો પણ સમાવેશ થાય છે. ઇસ્માઇલ દરબારે તેમની કરીઅરમાં ‘હમ દિલ દે ચુકે સનમ’ અને ‘દેવદાસ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે એટલે તેઓ સેટ પરના તમામ ઘટનાક્રમથી માહિતગાર છે. 

પોતાના ઇન્ટરવ્યુમાં ઇસ્માઇલ દરબારે જણાવ્યું હતું કે ‘‘હમ દિલ દે ચુકે સનમ’ અને ‘દેવદાસ’ મોટી હિટ રહી, પરંતુ આ બન્ને ફિલ્મોના કાસ્ટિંગ દરમ્યાન ઘણો તનાવ અને મનભેદો થયા હતા. સંજય લીલા ભણસાલીએ ‘દેવદાસ’માં સલમાન ખાનને બદલે શાહરુખ ખાનને કાસ્ટ કરી લીધો હતો જેને કારણે સંજય અને સલમાન વચ્ચે મનભેદની સ્થિતિ સર્જાઈ હતી. મારું મન કહે છે કે સલમાન સાથે સંજયના સંબંધો બગડી ગયા, કારણ કે તેણે ‘દેવદાસ’માં શાહરુખને લીધો. સલમાને ‘ખામોશી’ ફ્લૉપ થયા પછી પણ સંજયને સાથ આપ્યો. જો હું તમારી મદદ બે વખત કરું અને ત્રીજી વખત તમે મારા પ્રતિસ્પર્ધકને ફિલ્મમાં લઈ લો તો મને તકલીફ થાય એ સ્વાભાવિક છે.’

આ ઇન્ટરવ્યુમાં જ્યારે ઇસ્માઇલ દરબારને પૂછવામાં આવ્યું કે શું સલમાન અને ઐશ્વર્યા રાયના વણસેલા સંબંધોને કારણે સંજય લીલા ભણસાલીએ ‘દેવદાસ’માં સલમાનને સાઇન નહોતો કર્યો? ત્યારે ઇસ્માઇલ દરબારે કહ્યું હતું કે ‘સલમાન અને ઐશ્વર્યાના ઝઘડાઓના સમાચારો મીડિયામાં ઘણી વખત આવતા અને અમને બહુ ખરાબ લાગતું. તે બન્ને એટલાં નજીક હતાં કે તેમણે ઝઘડવું જ 
નહોતું જોઈતું. જોકે આ બધી ભૂતકાળની વાતો છે. સલમાન પણ એટલો સમજદાર છે કે આ વિશે ક્યારેય વાત નથી કરતો.’

Salman Khan Shah Rukh Khan devdas bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news