જાહ્‍નવી કપૂર ગુજરાતની પરંપરાગત બાંધણી પ્રિન્ટનો બૉડીકોન પહેરીને ફૅશન વીકમાં છવાઈ

31 March, 2025 04:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લૅક્મે ફૅશન વીકમાં પાંચમા દિવસે જાહ્‍નવી કપૂર આકર્ષણનું કેન્દ્ર બની હતી. જાહ્‍નવીએ ડિઝાઇનર રાહુલ મિશ્રાના કલેક્શનમાંથી ગુજરાતની પરંપરાગત બાંધણી પ્રિન્ટનો બ્લૅક બૉડીકોન ડ્રેસ પહેર્યો હતો. ડ્રેસ સાથે તેણે મૅચિંગ ઍક્સેસરી અને મેકઅપ કર્યો હતો.

જાહ્‍નવી કપૂર, કલ્કિ કોચલિન, ઇબ્રાહિમ અલી ખાન

લૅક્મે ફૅશન વીક 2025નું આયોજન ૨૬થી ૩૦ માર્ચ સુધી બાંદરામાં આવેલા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. આ ફૅશન વીકમાં પાંચમા દિવસે જાહ્‍નવી કપૂર આકર્ષણનું કેન્દ્ર બની હતી. જાહ્‍નવીએ ડિઝાઇનર રાહુલ મિશ્રાના કલેક્શનમાંથી ગુજરાતની પરંપરાગત બાંધણી પ્રિન્ટનો બ્લૅક બૉડીકોન ડ્રેસ પહેર્યો હતો. આ બૉડીકોન ડ્રેસ સાથે તેણે મૅચિંગ ઍક્સેસરી અને મેકઅપ કર્યો હતો. એ ઉપરાંત ફૅશન વીકમાં કલ્કિ કોચલિન અને ઇબ્રાહિમ અલી ખાન પણ અલગ-અલગ ડિઝાઇનર માટે રૅમ્પ-વૉક કરતાં જોવા મળ્યાં હતાં.


જાહ્‍નવી રૅમ્પ-વૉક પછી કોને ગળે લાગી?
બાંદરામાં આવેલા જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં લૅક્મે ફૅશન વીક 2025નું આયોજન કરવામાં આવ્યું છે. આ ફૅશન વીકમાં જાહ્‍નવી કપૂરે રૅમ્પ-વૉક કર્યું હતું. આ રૅમ્પ-વૉકમાં એક્ઝિટ લેતી વખતે જાહ્‍નવી બિઝનેસમૅન મુકેશ અંબાણીની મોટી પુત્રવધૂ શ્લોકા મહેતાની મમ્મી મોનાને ગળે લાગી હતી. આ શોમાં શ્લોકાનાં માતા-પિતા મોના અને રસેલ મહેતાએ પણ હાજરી આપી હતી. રસેલ મહેતા ભારતની જાણીતી ડાયમન્ડ મૅન્યુફૅક્ચર કંપની રોઝી બ્યુ ઇન્ડિયાના માલિક છે.

janhvi kapoor ibrahim ali khan kalki koechlin lakme fashion week fashion news bollywood buzz bollywood news bollywood events bollywood entertainment news