બૅકલેસ વાઇટ ગાઉન અને સાથે પાંચ લાખ રૂપિયાનાં સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ

15 April, 2026 09:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જાહ્‍‍નવી કપૂરનો આ લેટેસ્ટ લુક ફૅન્સને બહુ પસંદ પડી રહ્યો છે

બૅકલેસ વાઇટ ગાઉનમાં જાહ્‍‍નવી કપૂર

જાહ્‍‍નવી કપૂર હાલમાં પોતાના લેટેસ્ટ લુકને કારણે સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. આ તસવીરોમાં જાહ્‍‍નવીએ વાઇટ રંગનું સ્ટાઇલિશ ગાઉન પહેર્યું છે જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ અને એલિગન્ટ લાગી રહી છે. જાહ્‍‍નવી હંમેશાં પોતાની ફૅશન-ચૉઇસને લઈને ચર્ચામાં રહે છે. તે પરંપરાગતથી લઈને પશ્ચિમી આઉટફિટ્સ સુધી વિવિધ પ્રયોગો કરતી જોવા મળે છે અને દરેક વખતે પોતાના લુકથી ફૅન્સને પ્રભાવિત કરે છે. આ ડ્રેસ સાથે જાહ્‍‍નવીએ આશરે પાંચ લાખનાં સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ પહેર્યાં છે જે તેના મિનિમલ આઉટફિટ સાથે રૉયલ અને એલિગન્ટ લુક આપે છે.

janhvi kapoor fashion fashion news entertainment news bollywood bollywood news