21 November, 2025 10:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જાહ્નવી કપૂર
જાહ્નવી કપૂર સોશ્યલ મીડિયામાં ઍક્ટિવ છે. હાલમાં તેણે આકર્ષક ડીપ-નેક પ્રિન્ટેડ સીક્વન્સ્ડ મૅક્સી ડ્રેસ ગાઉન પહેર્યો છે અને સાથે એક સ્ટાઇલિશ સ્કાર્ફ પણ કૅરી કર્યો છે. મળતી માહિતી પ્રમાણે જાહ્નવીનો આ ડિઝાઇનર ગાઉન ૩.૦૯ લાખ રૂપિયાનો છે. આ ગાઉન સાથે જાહ્નવીએ પોતાનો લુક ગોલ્ડ ટોન્ડ સ્ટેટમેન્ટ ઇઅરરિંગ્સ, એક સ્ટેટમેન્ટ રિંગ અને હાથમાં એક સ્ટાઇલિશ બૅગ સાથે પૂર્ણ કર્યો છે.