જય સોમનાથને ભવ્ય રીતે બનાવવાનો સંજય લીલા ભણસાલીનો પ્લાન

22 April, 2026 09:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઐતિહાસિક ડ્રામા ફિલ્મ મહમૂદ ગજની દ્વારા સોમનાથ મંદિર પર થયેલા હુમલાની પૃષ્ઠભૂમિ પર આધારિત છે

થોડા સમય પહેલાં જ સંજય લીલા ભણસાલીએ ‘જય સોમનાથ’ની જાહેરાત કરી હતી

ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’ આવતા વર્ષે ૨૧ જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. સંજય લીલા ભણસાલી આ ફિલ્મની સાથે-સાથે એક મહત્ત્વપૂર્ણ ફિલ્મ ‘જય સોમનાથ’ પર પણ કામ કરી રહ્યા છે. લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે સંજય લીલા ભણસાલી આ ફિલ્મને ભવ્ય લુક સાથે રજૂ કરવા માગે છે અને એ દિશામાં કામ કરી રહ્યા છે, જ્યારે ફિલ્મની સ્ક્રિપ્ટનું કામ કેતન મહેતા સંભાળી રહ્યા છે.

થોડા સમય પહેલાં જ સંજય લીલા ભણસાલીએ ‘જય સોમનાથ’ની જાહેરાત કરી હતી. આ ઐતિહાસિક ડ્રામા ફિલ્મ મહમૂદ ગજની દ્વારા સોમનાથ મંદિર પર થયેલા હુમલાની પૃષ્ઠભૂમિ પર આધારિત છે જેને મોટા પડદા પર રજૂ કરવામાં આવશે. આ ફિલ્મનું પ્રેઝન્ટેશન સંજય લીલા ભણસાલી કરી રહ્યા છે, જ્યારે એનું ડિરેક્શન કેતન મહેતાને સોંપવામાં આવ્યું છે. મેકર્સે ફિલ્મનું નામ અને ફર્સ્ટ પોસ્ટર જાહેર કર્યું છે, પરંતુ અન્ય વિગતો હજી સુધી બહાર આવી નથી. માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મ ૨૦૨૭ સુધીમાં રિલીઝ થઈ શકે છે. જોકે ફિલ્મની કાસ્ટ વિશે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

somnath temple upcoming movie sanjay leela bhansali ketan mehta entertainment news bollywood bollywood news