19 September, 2025 02:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમારને ૭૦ કરોડ અને અર્શદ વારસીને ૪ કરોડ રૂપિયા
આજે અક્ષય કુમાર અને અર્શદ વારસીને લીડ રોલમાં ચમકાવતી ‘જૉલી એલએલબી 3’ રિલીઝ થઈ છે ત્યારે આ ફિલ્મના સ્ટાર્સની ફીની વિગતો જાહેર થઈ છે. રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ માટે અક્ષય કુમારને ૭૦ કરોડ રૂપિયા ફી ચૂકવવામાં આવી છે, જ્યારે અન્ય લીડ ઍક્ટર અર્શદ વારસીને ૪ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. આ ફિલ્મના અન્ય સ્ટાર્સની વાત કરીએ તો આ ફિલ્મ માટે હુમા કુરેશીને બે કરોડ રૂપિયા, અમૃતા રાવને એક કરોડ રૂપિયા, સૌરભ શુક્લાને ૭૦ લાખ રૂપિયા અને અનુ કપૂરને ૫૦ લાખ રૂપિયા ફીપેટે ચૂકવવામાં આવ્યા છે.