દુર્ગાપૂજામાં કાજોલ અને તનિષા મુખર્જી લડી પડ્યાં, માતાએ કરી દરમિયાનગીરી

20 October, 2021 05:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

એક વીડિયો સામે આવ્યો છે જેમાં તનિષા અને કાજોલ દલીલ કરતા જોવા મળી રહ્યા છે.

તનુજા અને કાજોલ સાથે તનિષા/તસવીર સૌજન્ય: એએફપી

હાલમાં બોલિવૂડ અભિનેત્રી કાજોલ (Kajol) દુર્ગા પૂજાના વીડિયોને લઈને ચર્ચામાં આવી હતી. લોકોએ તેના દરેક લુકના વખાણ પણ કર્યા હતા. દરમિયાન, અભિનેત્રી અને તેની બહેન વચ્ચેની લડાઈ વાયરલ થઈ છે. તનિષા મુખર્જી (Tanishaa Mukerji) અને કાજોલ એકબીજા સાથે દલીલ કરતા જોવા મળ્યાં હતાં અને તેમની માતાએ તેમને શાંત કરવા માટે દરમિયાનગીરી કરવી પડી હતી.

કાજોલ દુર્ગા પૂજાનો તહેવાર ખૂબ ધામધૂમથી ઊજવે છે. આ વખતે પણ તેના પરિવારના ફોટા અને વીડિયો ખૂબ વાયરલ થયા હતા. હવે એક વીડિયો સામે આવ્યો છે જેમાં તનિષા અને કાજોલ દલીલ કરતા જોવા મળી રહ્યા છે. કાજોલ તનિષાને ‘શટ-અપ’ કહેતી પણ સંભળાય છે. દરમિયાન, તનિષા કંઈક કહેવા જાય છે, જેના પર તેની માતા તેને ચૂપ કરી દે છે.

ભૂતકાળની દુર્ગા પૂજા દરમિયાન, કાજોલના ઘણા વીડિયો સામે આવ્યા હતા. એક વીડિયોમાં તે તેના કાકાને મળ્યા બાદ રડતી પણ જોવા મળી હતી. હવે બીજો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં લાગે છે કે કાજોલ અને તનિષા વચ્ચે કોઈ બાબતે વિવાદ થયો છે. તનુજા એ બંનેને શાંત કરે છે. આ પછી, ત્રણેય પોઝ આપ છે, જે દરમિયાન તનિષા કાજોલને થોડું દૂર રહેવા માટે પણ કહે છે. તે હસે છે, પોઝ આપે છે અને ફરી કહે છે ‘સ્પેસ’.

વર્ક ફ્રન્ટ પર, એવા અહેવાલો હતા કે કાજોલ રાજકુમાર હિરાનીની આગામી ફિલ્મમાં જોવા મળશે. જોકે, તેમણે હિન્દુસ્તાન ટાઈમ્સ સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, આજ સુધી તેમણે મારો સંપર્ક કર્યો નથી. હું સ્ક્રિપ્ટ સાંભળી રહી છું અને વાંચી રહી છું અને વિચારો માટે લોકોને મળી રહી છું. જોકે, હજુ સુધી કશું ફાઇનલ થયું નથી. કાજોલે ઈન્સ્ટાગ્રામ પર માહિતી આપી હતી કે તે ફિલ્મ `ધ લાસ્ટ હુરે`માં જોવા મળશે.

entertainment news bollywood news durga puja kajol tanishaa mukerji