લગ્નમાં એક્સપાયરી ડેટ અને રિન્યુઅલ ડેટ હોવી જોઈએ

15 November, 2025 04:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાજોલે પોતાના ટૉક-શોમાં આવું નિવેદન કરીને મૅરેજની પરંપરાગત વિચારસરણીને પડકાર આપ્યો

કાજોલ

કાજોલ અને ટ્‌વિન્કલ ખન્નાનો ટૉક-શો ‘ટૂ મચ વિથ ટ્‌વિન્કલ ઍન્ડ કાજોલ’ એનાં હોસ્ટ કાજોલ અને ટ્‌વિન્કલનાં બોલ્ડ નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં શોમાં કાજોલે કહ્યું હતું કે લગ્નમાં એક એક્સપાયરી ડેટ અને રિન્યુઅલ ડેટ હોવી જોઈએ અને તેનું આ નિવેદન ચર્ચાનો મુદ્દો બન્યું છે. કાજોલ અને ટ્‌વિન્કલના આ શોમાં વિકી કૌશલ અને ક્રિતી સૅનન ગેસ્ટ તરીકે આવ્યાં હતાં અને ત્યારે જ આ મુદ્દાની ચર્ચા થઈ હતી.

આ શોમાં રૅપિડ ફાયર રાઉન્ડ દરમ્યાન ટ્‌વિન્કલે પ્રશ્ન પૂછીને વિચાર વહેતો મૂક્યો કે શું લગ્નમાં એક એક્સપાયરી ડેટ અને રિન્યુઅલ ડેટ હોવી જોઈએ? આ પ્રશ્ન સાંભળીને વિકી, ક્રિતી અને ટ્‌વિન્કલ ‘રેડ ઝોન’માં ગયાં, કારણ કે તેઓ આ વિચાર સાથે સંમત નહોતાં. જોકે બધાના આશ્ચર્ય વચ્ચે કાજોલે ‘ગ્રીન ઝોન’ પસંદ કર્યો અને કહ્યું કે ‘હું ચોક્કસપણે માનું છું કે લગ્નમાં એક્સપાયરી ડેટ અને રિન્યુઅલ ડેટ હોવી જોઈએ. કોણ કહે છે કે તમને યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ મળી જશે? એટલે એમાં રિન્યુઅલનો વિકલ્પ હોવો જોઈએ. જો એની એક એક્સપાયરી ડેટ હશે તો લાંબા સમય સુધી દુઃખ સહન નહીં કરવું પડે.’

કાજોલનું નિવેદન સોશ્યલ મીડિયામાં ચર્ચાનો મુદ્દો બન્યો છે, કારણ કે તેણે લગ્ન વિશે પરંપરાગત વિચારસરણીને પડકાર આપ્યો છે.

kajol twinkle khanna vicky kaushal kriti sanon social media amazon prime prime video bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news