કલકત્તાના દક્ષિણેશ્વર કાલી મંદિરમાં કાજોલે કર્યાં દર્શન

18 July, 2026 04:40 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ મુલાકાત દરમ્યાન કાજોલે લાલ રંગનો કો-ઑર્ડ સેટ પહેર્યો હતો તેમ જ તડકાથી બચવા માટે કાળા રંગનાં ચશ્માં પણ પહેર્યાં હતાં. કાજોલનો જન્મ મુંબઈમાં થયો છે.

કલકત્તાના દક્ષિણેશ્વર કાલી મંદિરમાં કાજોલે કર્યાં દર્શન

કાજોલ દેવગન માતા કાલીની પરમ ભક્ત છે. હાલમાં તેણે કડક સુરક્ષાવ્યવસ્થા વચ્ચે કલકત્તાના પ્રસિદ્ધ દક્ષિણેશ્વર કાલી મંદિરની મુલાકાત લીધી હતી. આ આધ્યાત્મિક પ્રવાસ દરમ્યાન તેણે વિધિવત પૂજા-અર્ચના કરીને માતા કાલીનાં દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આ મુલાકાત દરમ્યાન કાજોલે લાલ રંગનો કો-ઑર્ડ સેટ પહેર્યો હતો તેમ જ તડકાથી બચવા માટે કાળા રંગનાં ચશ્માં પણ પહેર્યાં હતાં. કાજોલનો જન્મ મુંબઈમાં થયો છે. તેની મમ્મી તનુજા મરાઠી પરિવારમાંથી છે, જ્યારે તેના પપ્પા શોમુ મુખરજી બંગાળી હતા. આથી કાજોલના જીવન અને વિચારો પર બન્ને સંસ્કૃતિઓનો ઊંડો પ્રભાવ જોવા મળે છે.

kajol kolkata calcutta high court bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news