જો રાહુલ ગાંધી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તો હું તેની સાથે લગ્ન કરવા તૈયાર છું

05 May, 2026 10:42 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કંગના રનૌતે તેના આ ફેક નિવેદન સાથે ચર્ચામાં આવેલી પોસ્ટને ગણાવી ફેક અને શરમજનક

આ પોસ્ટ વાઇરલ થતાં જ કંગના બહુ ગુસ્સે થઈ ગઈ છે

કંગના રનૌત હાલમાં તેના અને રાહુલ ગાંધીના સંબંધોને લઈને ચર્ચામાં આવેલી એક સોશ્યલ મીડિયા પોસ્ટને કારણે બહુ અપસેટ છે. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કંગનાએ કહ્યું હતું કે ‘જો રાહુલ ગાંધી ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તો હું તેની સાથે લગ્ન કરવા તૈયાર છું.’

હવે આ પોસ્ટ વાઇરલ થતાં જ કંગના બહુ ગુસ્સે થઈ ગઈ છે અને તેણે પોતાના સોશ્યલ મીડિયાના માધ્યમથી આ પોસ્ટને સંપૂર્ણ ખોટી ગણાવી છે.

આ મામલે કંગનાએ પ્રતિક્રિયા આપતાં સોશ્યલ મીડિયા પર લખ્યું હતું કે ‘આ ફેક ન્યુઝ કેટલા શરમજનક છે. રાજકારણમાં પણ મહિલાઓ માટે કોઈ ગૌરવ નથી. જે લોકો આવી ખોટી વાતો ફેલાવે છે તેમના પર ધિક્કાર છે.’

kangana ranaut bharatiya janata party rahul gandhi congress viral post entertainment news bollywood bollywood news