20 October, 2025 05:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કપૂર અને પટૌડી પરિવારમાં ઉજવણીનો જબરદસ્ત ઉત્સાહ
હાલમાં તહેવારના દિવસો ચાલી રહ્યા છે અને સ્ટાર્સમાં પણ ઉજવણીનો જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલમાં સોશ્યલ મીડિયામાં કપૂર પરિવાર અને પટૌડી પરિવારની તહેવારની ઉજવણીની તસવીરો વાઇરલ થઈ રહી છે.
કપૂર પરિવારના સેલિબ્રેશનમાં નીતુ કપૂર, આલિયા ભટ્ટ, કરીના કપૂર તેમ જ કરિશ્મા કપૂર જોવા મળે છે. પટૌડી પરિવારના સેલિબ્રેશનની તસવીરોમાં સૈફ અલી ખાન લાલ અને ક્રીમ કલરના ધોતી-કુરતામાં જોવા મળી રહ્યો છે, જ્યારે બહેન સોહાએ પણ લાલ ડ્રેસ પહેર્યો છે. આમ સૈફ અને સોહાએ ટ્વિનિંગ કર્યું હતું. આ સેલિબ્રેશનમાં કરીના કપૂર અને કુણાલ ખેમુએ પણ ભાગ લીધો હતો.