✕

આવી રહી છે કભી ખુશી કભી ગમની સીક્વલ?

18 November, 2026 01:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કરણ જોહરે હાલમાં ‘કભી ખુશી કભી ગમ’ની યાદ અપાવતી એક નવી ક્લિપ શૅર કરીને ચાહકોમાં ઉત્સુકતા જગાવી છે. આ ક્લિપમાં કરીના અને હૃતિક જોવા મળી રહ્યાં છે. ફિલ્મના લોકપ્રિય ગીત ‘યુ આર માય સોનિયા’નો ઉપયોગ આ ક્લિપના બૅકગ્રાઉન્ડ ટ્રૅક તરીકે કરવામાં આવ્યો છે.

કરીના કપૂર અને હૃતિક રોશન

અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, શાહરુખ ખાન, કાજોલ, હૃતિક રોશન અને કરીના કપૂરને ચમકાવતી ‘કભી ખુશી કભી ગમ’ ૨૦૦૧માં થિયેટરોમાં રિલીઝ થઈ હતી. હવે ચર્ચા છે કે આ ફિલ્મની 
સીક્વલ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.

કરણ જોહરે હાલમાં ‘કભી ખુશી કભી ગમ’ની યાદ અપાવતી એક નવી ક્લિપ શૅર કરીને ચાહકોમાં ઉત્સુકતા જગાવી છે. આ ક્લિપમાં કરીના અને હૃતિક જોવા મળી રહ્યાં છે. ફિલ્મના લોકપ્રિય ગીત ‘યુ આર માય સોનિયા’નો ઉપયોગ આ ક્લિપના બૅકગ્રાઉન્ડ ટ્રૅક તરીકે કરવામાં આવ્યો છે. વિડિયોમાં કરીના પોતાના જાણીતા પાત્ર ‘પૂ’ના અંદાજમાં ફરી જોવા મળી રહી છે અને સાથે હૃતિક રોશન પણ છે.

કરણ જોહરે પોસ્ટની કૅપ્શનમાં લખ્યું હતું કે ‘કેટલીક વાર્તાઓ પચીસ વર્ષ પછી પણ પૂરી થતી નથી...’ આ કૅપ્શન પરથી અત્યારે તો એવું જ લાગી રહ્યું છે કે કંઈક નવું આવવાનું છે. જોકે ફિલ્મમેકરે હજી સુધી આ વિશે બીજી કોઈ વિગતો શૅર કરી નથી.

karan johar upcoming movie hrithik roshan kareena kapoor Shah Rukh Khan dharma productions kabhi khushi kabhie gham instagram social media entertainment news bollywood buzz bollywood gossips bollywood news bollywood kajol jaya bachchan amitabh bachchan