17 March, 2025 10:19 AM IST | Switzerland | Gujarati Mid-day Correspondent
કરીના પરિવાર સાથે પહોંચી ગઈ બરફના પહાડોમાં વેકેશન માણવા
ઍક્ટ્રેસ કરીના કપૂર હાલમાં પતિ સૈફ અલી ખાન અને બાળકો તૈમુર અને જેહ સાથે બરફના પહાડોમાં વેકેશનનો આનંદ માણી રહી છે. તેણે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામના સ્ટોરી સેક્શનમાં પોતાની આ ટ્રિપની તસવીરો શૅર કરી છે પણ સ્થળનું નામ જાહેર કર્યું નથી.
આ તસવીરોમાં તે સૈફ અલી ખાન અને તૈમુર સાથે બરફવર્ષા માણતી તેમ જ બરફથી ઢંકાયેલી જમીન પર ચાલતી જોવા મળે છે. આ તસવીરોમાં વાઇટ જૅકેટ, બ્લૅક ડેનિમ તેમ જ પોનીટેલ લુકમાં કરીના બહુ જ સુંદર લાગે છે.
ખાસ વાત તો એ છે કે આ વર્ષની શરૂઆતમાં ઘરમાં લૂંટના પ્રયાસમાં સૈફ અલી ખાન પર થયેલા હુમલા પછી કરીના અને તેના પરિવારનું આ પ્રથમ વેકેશન છે.