20 June, 2026 02:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્લાસી ઍરપોર્ટ લુકમાં જોવા મળી કરીના કપૂર
કરીના કપૂર ૪૫ વર્ષની ઉંમરે પણ તેની સુંદરતા અને સ્ટાઇલ માટે જાણીતી છે. હાલમાં કરીના મુંબઈ ઍરપોર્ટ પર પોતાના બન્ને દીકરાઓ તૈમુર અને જેહ સાથે જોવા મળી હતી. આ સમયે કરીનાના ક્લાસી ઍરપોર્ટ લુકે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ સમયે કરીનાએ બ્લૅક લેધર જૅકેટ સાથે લાઇટ બ્લુ શર્ટ અને લૂઝ-ફિટ ડેનિમ જીન્સ પહેર્યું હતું. તેણે પોતાના લુકને સનગ્લાસિસ અને સ્લીક બન સાથે કમ્પ્લીટ કર્યો હતો. આ સમયે કરીનાનો મૂડ પણ સારો હતો અને તેણે ફોટોગ્રાફર્સને તેમની ડિમાન્ડ પ્રમાણે પોઝ પણ આપ્યા હતા.