23 May, 2026 11:23 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરિશ્મા તન્નાની ગોદભરાઈ યોજાઈ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં
કર્ણાટકના વરુણ બંગેરાને પરણેલી ગુજરાતી કરિશ્મા તન્ના પહેલી વાર મમ્મી બનવા જઈ રહી છે. હાલમાં જ કરિશ્માની સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં ગોદભરાઈની રસમ યોજાઈ હતી. આ સીમંતવિધિમાં ભજનની મહેફિલ પણ જામી હતી જેમાં વરુણ અને કરિશ્માએ પણ હર હર મહાદેવની ધૂન બોલાવી હતી.