04 June, 2025 07:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે કાર્તિકે શૅર કરેલો ફોટો, ક્રોએશિયામાં કાર્તિક અને અનન્યા.
કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની જોડી રોમૅન્ટિક-કૉમેડી ‘તૂ મેરી મૈં તેરા, મૈં તેરા તૂ મેરી’ માટે અત્યારે ક્રોએશિયામાં શૂટિંગ કરી રહી છે. ગઈ કાલે આ ફિલ્મની રિલીઝની તારીખ જાહેર કરવામાં આવી છે. આવતા વર્ષે વૅલેન્ટાઇન્સ ડેના આગલા દિવસે એટલે કે ૨૦૨૬ની ૧૩ ફેબ્રુઆરીના દિવસે આ ફિલ્મને રિલીઝ કરવામાં આવશે.
સમીર વિદ્વાન્સ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મમાં કાર્તિક ‘રે’ નામનું પાત્ર ભજવે છે અને અનન્યા ‘રૂમી’નો રોલ ભજવે છે. કાર્તિક અને અનન્યા આ પહેલાં ૨૦૧૯માં ‘પતિ પત્ની ઔર વો’માં સાથે કામ કરી ચૂક્યાં છે.
આવી રહી છે કુબેરા
રવિવારે ચેન્નઈમાં તેમની આગામી ફિલ્મ ‘કુબેરા’ની ઑડિયો-લૉન્ચ ઇવેન્ટમાં ધનુષ અને રશ્મિકા મંદાના. આ સોશ્યલ થ્રિલર ફિલ્મ તેલુગુ, તામિલ અને હિન્દીમાં સાથે શૂટ કરવામાં આવી છે. એમાં નાગાર્જુન, જિમ સર્ભ અને દલિપ તાહિલ પણ છે. ‘કુબેરા’ ૨૦ જૂને રિલીઝ થશે.
સોનુ સૂદ સહપરિવાર તિરુપતિ બાલાજીના શરણે
સોનુ સૂદે ગઈ કાલે પત્ની સોનાલી તથા પુત્રો અયાન અને ઇશાંત સાથે તિરુપતિ બાલાજીનાં દર્શન કર્યાં હતાં.