લાહોર 1947 સાથેની ટક્કર ટાળવા માટે બદલાઈ કાર્તિક આર્યનની નાગઝિલાની રિલીઝ-ડેટ

17 April, 2026 10:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

`નાગઝિલા’ના મેકર્સ કોઈ પણ જોખમ લીધા વગર ફિલ્મને સારી બૉક્સ-ઑફિસ સ્પેસ આપવા માગે છે અને એટલે જ આ નિર્ણય લેવામાં આવ્યો

‘નાગઝિલા’ની રિલીઝ-તારીખ આગળ ધપાવી દેવામાં આવી છે

કાર્તિક આર્યનની આગામી ફિલ્મ ‘નાગઝિલા’ની રિલીઝ-ડેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફિલ્મની પહેલાં સની દેઓલ અને આમિર ખાનની ફિલ્મ ‘લાહોર 1947’ સાથે બૉક્સ-ઑફિસ પર ટક્કર થવાની હતી, પણ હવે ‘નાગઝિલા’ની રિલીઝ-તારીખ આગળ ધપાવી દેવામાં આવી છે. ‘નાગઝિલા’ પહેલાં ૧૪ ઑગસ્ટે રિલીઝ થવાની હતી, પરંતુ ‘લાહોર 1947’ સાથે સીધી ટક્કર ટાળવા માટે નિર્માતાઓએ એને આવતા વર્ષે ૧૨ ફેબ્રુઆરીએ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. હકીકતમાં ‘નાગઝિલા’ના મેકર્સ કોઈ પણ જોખમ લીધા વગર ફિલ્મને સારી બૉક્સ-ઑફિસ સ્પેસ આપવા માગે છે અને એટલે જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

kartik aaryan upcoming movie box office sunny deol aamir khan lahore entertainment news bollywood bollywood news