કૅટરિના કૈફે પતિ, ભાઈ અને દિયર સાથે કર્યું ક્રિસમસનું સેલિબ્રેશન

27 December, 2025 02:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેણે મમ્મી બન્યા પછી સોશ્યલ મીડિયા પર પોતાની પહેલી તસવીર પોસ્ટ કરી

લાલ રંગના આઉટફિટમાં કૅટરિના બહુ સુંદર દેખાય છે.

કૅટરિના કૈફે મમ્મી બન્યા પછી પહેલી વાર સોશ્યલ મીડિયા પર પોતાની તસવીર શૅર કરી છે. આ તસવીરમાં તે પતિ વિકી કૌશલ, ભાઈ સેબૅસ્ટિયન લૉરેન્ટ મિશેલ અને દિયર સની કૌશલ સાથે ક્રિસમસ સેલિબ્રેટ કરી રહી છે. આ સેલ્ફી વિકી કૌશલે ક્લિક કર્યો છે. લાલ રંગના આઉટફિટમાં કૅટરિના બહુ સુંદર દેખાય છે. તસવીર શૅર કરીને કૅટરિનાએ કૅપ્શન લખી છે, ‘બધાને પ્રેમ, ખુશી અને શાંતિ મળે. મેરી ક્રિસમસ.’

katrina kaif bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news christmas festivals