કૅટરિના કૈફ ૨૦ વર્ષની નહીં, પણ ૪૦ વર્ષની છે

18 September, 2026 11:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મમ્મી બન્યા પછી ઍક્ટ્રેસના વધેલા વજન બદલ ટ્રોલ કરતા લોકોને ફૅન્સે આપ્યો જડબાતોડ જવાબ

વિકી અને કૅટરિનાના પબ્લિક અપિયરન્સનો આ વિડિયો સોશ્યલ મીડિયા પર પણ ખૂબ વાઇરલ થયો હતો

મમ્મી બન્યા પછી તાજેતરમાં કૅટરિના કૈફ પહેલી વખત જાહેરમાં જોવા મળી હતી. પતિ વિકી કૌશલ સાથેના આઉટિંગમાં તેણે લૉન્ગ અનારકલી ગાઉન પહેર્યું હતું, વાળ સ્ટ્રેટ રાખ્યા હતા અને મોટી બિંદી સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. વિકી અને કૅટરિનાના પબ્લિક અપિયરન્સનો આ વિડિયો સોશ્યલ મીડિયા પર પણ ખૂબ વાઇરલ થયો હતો. જોકે મમ્મી બન્યા પછી કૅટરિનાનું વધેલું વજન જોઈને કેટલાક લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. આ પ્રકારનું વર્તન કૅટરિનાના કેટલાક ફૅન્સને બિલકુલ ન ગમ્યું.

કૅટરિનાને ટાર્ગેટ કરીને થઈ રહેલા ટ્રોલ્સને જવાબ આપતાં કેટલાક ફૅન્સે લખ્યું કે કૅટરિના ૨૦ વર્ષની નહીં પણ ૪૦ વર્ષની છે અને પ્રેગ્નન્સી બાદ મહિલાના શરીરમાં ફેરફાર થવો એકદમ સામાન્ય બાબત છે. આમ અનેક લોકોએ કૅટરિનાનો બચાવ કરતાં તેના લુક વિશે કરવામાં આવેલી કમેન્ટ્સને ખોટી ગણાવી હતી.

vicky kaushal katrina kaif viral videos entertainment news bollywood bollywood news bollywood gossips