✕

મારો પતિ મારી સૌથી મોટી સપોર્ટ સિસ્ટમ

18 November, 2026 01:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅટરિના કૈફે પતિ વિકી કૌશલનાં વખાણ કરીને કહ્યું કે તે સ્ટ્રેસની ક્ષણોમાં મારા માટે શાંતિ લઈને આવે છે.

વિકી કૌશલ અને કૅટરિના કૈફ

કૅટરિના કૈફ અને વિકી કૌશલની ગણતરી બૉલીવુડના પાવર કપલમાં થાય છે. હાલમાં આ જોડી સાથે મળીને પોતાના દીકરા વિહાનનો ઉછેર કરી રહી છે. વિકી એક પછી એક ફિલ્મોમાં જોવા મળી રહ્યો છે તો બીજી તરફ કૅટરિના મમ્મી બન્યા પછી જવાબદારીઓની સાથે પોતાની બ્યુટી-બ્રૅન્ડ ‘Kay Beauty’નું પણ સંચાલન કરી રહી છે. આવી સ્થિતિમાં ઍક્ટિંગ, બિઝનેસ, લગ્નજીવન અને મમ્મી તરીકેની જવાબદારીઓ વચ્ચે સંતુલન જાળવવું કૅટરિના માટે સરળ નથી. પોતાની આ જવાબદારી વિશે વાત કરતી વખતે કૅટરિનાએ પતિ વિકીને મોટી સપોર્ટ-સિસ્ટમ ગણાવ્યો છે. 

કૅટરિનાએ પતિ વિકીના સપોર્ટ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘બ્રૅન્ડ સાથે અત્યાર સુધી અમે જે કંઈ પણ હાંસલ કર્યું છે એના માટે ઘણી મહેનત કરવી પડે છે. તમે કામના કલાકોનો હિસાબ રાખી શકતા નથી. મારો કહેવાનો અર્થ એ છે કે એક વ્યક્તિ છે જે કામના કલાકોનો હિસાબ રાખે છે અને તે મારા પતિ છે. તેઓ કહે છે કે હવે ફોન મૂકી દો. જ્યારે તમારું કામ જ તમારો શોખ બની જાય છે ત્યારે તમે કલાકો ગણતા નથી, ઘડિયાળ જોતા નથી. ઘણી વાર એવું બને છે કે અમે રવિવારે પણ કામ વિશે વાત કરતાં હોઈએ છીએ. અમે બન્ને અત્યારે મમ્મી-પપ્પા બનવાની આ નવી સફરમાં છીએ, છતાં શનિવારે અને રવિવારે પણ કામને લઈને વાતચીત થતી રહે છે. આટલી બધી જવાબદારી વચ્ચે ઘણી વાર દિવસના અંતે હું ખૂબ થાકી જાઉં છું, પણ મારે કહેવું પડશે કે મારા પતિ ખૂબ સપોર્ટિવ છે. મારી સ્ટ્રેસની ક્ષણો વચ્ચે તે શાંતિ બની રહે છે. અત્યાર સુધીની આ સફર ખૂબ સારી રહી છે.’

katrina kaif vicky kaushal relationships entertainment news bollywood buzz bollywood news bollywood gossips bollywood