કેટરિનાએ તેના સાતેય ભાઈ બહેન સાથેની તસવીર કરી શેર, જુઓ એક ફ્રેમમાં આખો પરિવાર

05 May, 2022 06:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તાજેતરમાં જ કેટરીનાની માતાના 70માં જન્મદિવસ સેલિબ્રેશન પર તેણીએ આખા પરિવારની એક તસવીર શેર કરી હતી. આ ફેમિલી ફોટોમાં કૅટ સિવાય તેની બહેનો અને ભાઈઓ પણ જોવા મળે છે.

કેટરિના કેફ ભાઈ-બહેન અને માતા સાથે(તસવીર: ઈન્સ્ટાગ્રામ)

મુંબઈ: કેટરિના કૈફ(Katrina Kaif)બૉલીવુડની એવી અભિનેત્રી છે જે પોતાની સ્ટાઈલથી ચાહકોને દિવાના બનાવે છે. જ્યારથી કેટરિના કૈફે લગ્ન કર્યા છે ત્યારથી, ચાહકો તેની દરેક પોસ્ટની આતુરતાથી રાહ જોતા હોય છે. લગ્ન બાદ સાસરિયાં તેમજ સાસરિયાંઓને જાણવાની ઉત્સુકતા ચાહકોમાં સ્પષ્ટપણે જોવા મળે છે. નોંધનીય છે કે તાજેતરમાં જ તેની માતાના 70માં જન્મદિવસ સેલિબ્રેશન પર કેટરીનાએ આખા પરિવારની એક તસવીર શેર કરી હતી. આ ફેમિલી ફોટોમાં કૅટ સિવાય તેની બહેનો અને ભાઈઓ પણ જોવા મળે છે.

કેટરીના કૈફે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કૈફ પરિવારની તસવીરો શેર કરી છે. માતા સુસાન તુર્કાતના 70માં જન્મદિવસ પર આખો કૈફ પરિવાર એકત્ર થયો છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે આ તસવીરમાં કેટરિના કૈફની 6 બહેનો અને ભાઈઓ જોવા મળી રહ્યાં છે. ઉલ્લેખની છે કે કેટરીનાની ત્રણ મોટી બહેનો સ્ટેફની, ક્રિસ્ટીના અને નતાશા છે. જ્યારે તેની ત્રણ નાની બહેનો મેલિસા, સોનિયા અને ઈસાબેલ છે. સાથે જ તમને જણાવી દઈએ કે કેટરીનાનો એક મોટો ભાઈ પણ છે જેનું નામ માઈકલ છે.

ઉલ્લેખનીય છે કે કેટરીનાએ તેના ઈન્સ્ટા હેન્ડલ પર દરેકની તસવીર શેર કરી છે. આ તસવીર શેર કરવાની સાથે તેણે લખ્યું છે કે, `70માં જન્મદિવસની શુભેચ્છા મા, તમારું જીવન ખુશીઓ અને હિંમતથી ભરેલું રહે. હમણાં માટે તમે આ સમયે તમારા ઘોંઘાટીયા બાળકો સાથે છો.` તમને જણાવી દઈએ કે કેટરીનાના આ ફોટો પર ફેન્સની કોમેન્ટ્સ જોરદાર રીતે આવી રહી છે. આ તસવીરો શેર થયાને થોડો સમય થયો છે અને અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધુ લાઈક્સ આવી ચૂકી છે.

bollywood news entertainment news katrina kaif