છેલ્લાં કેટલાંક વર્ષોમાં તું મારા માટે શક્તિ, પ્રેમ અને પ્રકાશનો આધારસ્તંભ રહ્યો છે

18 May, 2026 11:08 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૅટરિના કૈફે પતિ વિકી કૌશલની ૩૮મી વર્ષગાંઠે પ્રેમભર્યો મેસેજ લખીને શૅર કરી તસવીરો

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

શનિવારે વિકી કૌશલની ૩૮મી વર્ષગાંઠ હતી. કૅટરિના કૈફે હસબન્ડના જન્મદિવસના સેલિબ્રેશનની તસવીરો સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં વિકી અને કૅટરિનાની સાથે દીકરો વિહાન પણ જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં વિકી અને કૅટરિના કોઇ ગાર્ડન જેવા લોકેશનમાં જોવા મળી રહ્યાં છે તેમ જ એક બર્થ-ડે કેક પણ છે જેના પર ‘હૅપી બર્થ-ડે પાપા’ લખેલું છે. 
વિકીને જન્મદિવસની શુભેચ્છા આપતાં કૅટરિનાએ લાંબી પોસ્ટ લખી છે.. તેણે લખ્યું, ‘જન્મદિવસ મુબારક. એ જ જગ્યા, બે વર્ષ પછી અને કેટલું બધું બદલાઈ ગયું છે. પ્રાર્થના, ધીરજ અને વિશ્વાસ. આજે આપણે આપણા નાનકડા ફરિશ્તા સાથે ખૂબ ખુશીથી તારો જન્મદિવસ ઊજવી રહ્યાં છીએ. મારું દિલ આભાર અને ખુશીથી ભરાઈ ગયું છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં તું મારા માટે શક્તિ, પ્રેમ અને પ્રકાશનો આધારસ્તંભ રહ્યો છે અને ૯૯ ટકા કિસ્સામાં (ચાલો, કદાચ ૯૮ ટકા) સંત જેવી ધીરજ રાખી છે. હું તને માત્ર તારા વ્યક્તિત્વ માટે પ્રેમ નથી કરતી, એટલા માટે પણ કરું છું કે તું મારા અસંખ્ય પ્રશ્નોના જવાબ આપે છે. આ એવી પણ બાબતો હોય છે જેના જવાબ કદાચ તને ખબર પણ ન હોય. હવે તો તું પૌરાણિક કથાઓ, AI, વૉટરપ્રૂફિંગ, મેકઅપ, હેલ્થ, બિઝનેસ અને તમામ ‘શું થશે જો...’ જેવી પરિસ્થિતિઓનો એક્સપર્ટ બની ગયો છે. તારા જન્મદિવસે મારી ઇચ્છા છે કે તને થોડો વધુ સમય મળે અને મારા પ્રશ્નો શરૂ થાય એ પહેલાં એક કે બે બ્લૅક કૉફી પીવાનો મોકો મળે.’

આ જન્મદિવસ ખરેખર ખૂબ ખાસ રહ્યો: વિકીએ ખાસ દિવસે શુભેચ્છા આપવા બદલ ફૅન્સનો આભાર માન્યો

વિકી કૌશલે શનિવારે ૩૮મી વર્ષગાંઠ ઊજવી હતી. વિકીએ આ દિવસ પત્ની કૅટરિના કૈફ અને દીકરા વિહાન સાથે ખાસ રીતે ઊજવ્યો હતો. હવે વિકીએ જન્મદિવસની શુભેચ્છાઓ આપવા બદલ ચાહકોનો આભાર વ્યક્ત કર્યો છે. વિકીએ સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો શૅર કરીને કૅપ્શન લખી છે, ‘આ જન્મદિવસ ખરેખર ખૂબ ખાસ રહ્યો. શાંતિ અને પ્રેમથી ભરેલો. આપ સૌના પ્રેમ અને સુંદર મેસેજ માટે દિલથી આભાર. હું આપ સૌનો ખૂબ આભારી છું.’

katrina kaif vicky kaushal social media happy birthday entertainment news bollywood bollywood news