મમ્મી બન્યા પછી કિઆરા અડવાણી ફરી બની ગઈ છે સુપર ફિટ

18 June, 2026 10:09 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં કિઆરાએ ફૅશન-ડિઝાઇનર રાહુલ મિશ્રા માટે રૅમ્પ-વૉક કર્યું હતું અને તેના ફૅશન-શોની શોસ્ટૉપર બની હતી

રૅમ્પ પર કિઆરાની સાથે કરણ જોહર પણ જોવા મળ્યો હતો

મમ્મી બન્યાના થોડા જ મહિનામાં કિઆરા અડવાણીએ પોતાના પ્રેગ્નન્સી દરમ્યાન વધેલા વજનને ઘણું ઓછું કરી દીધું છે. તાજેતરમાં કિઆરાએ પોતાના ફિટ અને સ્લિમ ફિગર સાથે રૅમ્પ-વૉક કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. રૅમ્પ પર કિઆરાની સાથે કરણ જોહર પણ જોવા મળ્યો હતો. હકીકતમાં કિઆરાએ ફૅશન-ડિઝાઇનર રાહુલ મિશ્રા માટે રૅમ્પ-વૉક કર્યું હતું અને તેના ફૅશન-શોની શોસ્ટૉપર બની હતી. આ વૉક દરમ્યાન કિઆરાનો ઑફ-શોલ્ડર ગાઉન લુક ખૂબ જ આકર્ષક લાગી રહ્યો હતો. તેના આ ગ્લૅમરસ અંદાજને જોઈને ઘણા લોકોએ તેની સરખામણી બાર્બી ડૉલ સાથે કરી હતી.

kiara advani karan johar fashion fashion news entertainment news bollywood bollywood news