કૃષ્ણાવતારમ પાર્ટ ૧ : ધ હાર્ટ ઉત્તર પ્રદેશમાં ટૅક્સ-ફ્રી જાહેર

12 May, 2026 09:59 AM IST  |  Lucknow | Gujarati Mid-day Correspondent

ફિલ્મના નિર્માતાએ સોશ્યલ મીડિયા પર આ વાતની માહિતી આપતાં જણાવ્યું

રવિવારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ફિલ્મની ટીમ સાથે ‘કૃષ્ણાવતારમ પાર્ટ ૧: ધ હાર્ટ’ જોઈ હતી

હાલમાં રિલીઝ થયેલી ‘કૃષ્ણાવતારમ પાર્ટ ૧ : ધ હાર્ટ’ને રિલીઝ પહેલાં બહુ ઓછો બઝ મળ્યો હતો પણ એ બૉક્સ-ઑફિસ પર સારો દેખાવ કરી રહી છે. હવે આ ફિલ્મને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ દ્વારા ટૅક્સ-ફ્રી જાહેર કરવામાં આવી છે. ફિલ્મના નિર્માતાએ સોશ્યલ મીડિયા પર આ વાતની માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘આભાર સાથે અમે જણાવીએ છીએ કે માનનીય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીએ ‘કૃષ્ણાવતારમ’ ઉત્તર પ્રદેશમાં ટૅક્સ-ફ્રી જાહેર કરી છે. એવી ફિલ્મને સમર્થન આપવા બદલ આભાર જે આપણાં વારસો, સંસ્કૃતિ અને શ્રીકૃષ્ણની કથા નવી પેઢી સુધી પહોંચાડે છે.’

ફિલ્મના નિર્માતાઓએ એક વિડિયો પણ શૅર કર્યો છે, જેમાં યોગી આદિત્યનાથ સ્પેશિયલ સ્ક્રીનિંગ બાદ ફિલ્મ વિશે વાત કરતા અને એની પ્રશંસા કરતા જોવા મળે છે.

yogi adityanath uttar pradesh box office entertainment news bollywood bollywood news