21 July, 2026 12:32 PM IST | London | Gujarati Mid-day Correspondent
કૃતિ સેનન અને ઝીવા ધોની
લંડનના ઐતિહાસિક લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી વન-ડે મેચ દરમ્યાન ઍક્ટ્રેસ ક્રિતી સૅનન અને ભૂતપૂર્વ ભારતીય કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની દીકરી ઝીવા ધોની વચ્ચે સારી એવી ફ્રેન્ડશિપ થઇ ગઈ હતી. મેચ દરમ્યાન સ્ટૅન્ડ્સમાંથી સામે આવેલી ક્રિતી અને ઝીવાની તસવીરો તથા વિડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થયાં હતાં. આ તસવીરોમાં ૩૫ વર્ષની ક્રિતી અને ૧૧ વર્ષની ઝીવા મૅચની મજા માણતાં, હસતાં-વાતો કરતાં અને સાથે ખુશનુમા સમય પસાર કરતાં જોવા મળ્યાં હતાં. આ બન્ને વચ્ચેનું સહજ બૉન્ડિંગ ફૅન્સને બહુ પસંદ પડ્યું હતું.
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે રવિવારે લંડનના ઐતિહાસિક લૉર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ત્રીજી વન-ડે મૅચમાં અક્ષય કુમાર પણ ખાસ મહેમાન તરીકે હાજર રહ્યો હતો. સ્ટૅન્ડમાં બેઠેલા અક્ષય કુમારના સફેદ દાઢીવાળા નવા લુકે સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને એ સોશ્યલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની ગયો હતો.