કૃતિકા કામરા અને ગૌરવ કપૂર મુંબઈમાં કરશે સ્ટાઇલિશ લગ્ન, વેડિંગ ઇનવાઇટ વાયરલ

10 March, 2026 10:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Kritika Kamra Wedding: ટીવી અને ફિલ્મ જગતમાં લોકપ્રિય ટીવી અને ફિલ્મ અભિનેત્રી કૃતિકા કામરા અને અભિનેતા-હોસ્ટ ગૌરવ કપૂરના લગ્નની ચર્ચાઓ તેજ બની ગઈ છે. લગ્ન પહેલા જ તેમના લગ્ન સમારોહની એક ઝલક સામે આવી છે...

કૃતિકા કામરા અને ગૌરવ કપૂર વેડિંગ ઇન્વાઇટ

ટીવી અને ફિલ્મ જગતમાં લોકપ્રિય ટીવી અને ફિલ્મ અભિનેત્રી કૃતિકા કામરા અને અભિનેતા-હોસ્ટ ગૌરવ કપૂરના લગ્નની ચર્ચાઓ તેજ બની ગઈ છે. લગ્ન પહેલા જ તેમના લગ્ન સમારોહની એક ઝલક સામે આવી છે, જેના પરથી અનુમાન લગાવી શકાય છે કે આ આ સિઝનના સૌથી સ્ટાઇલિશ અને અલગ લગ્નોમાંના એક હોઈ શકે છે.

અહેવાલો અનુસાર, આ દંપતી 11 અને 12 માર્ચે મુંબઈમાં લગ્ન કરશે. આ ખાસ પ્રસંગે, તેઓ નજીકના મિત્રો અને પરિવારની હાજરીમાં એક ખાનગી પરંતુ ગ્લેમરસ સમારોહ યોજવા જઈ રહ્યા છે. ફિલ્મ અને રમતગમત જગતના ઘણા પ્રખ્યાત ચહેરાઓ પણ આ લગ્ન સમારોહમાં હાજરી આપે તેવી શક્યતા છે.

આ લગ્નને વધુ ખાસ બનાવે છે તેમનું અનોખું અને રસપ્રદ વેડિંગ ઇનવાઇટ. પરંપરાગત રિસેપ્શનની જગ્યાએ કૃતિકા અને ગૌરવે “The Party, After” નામથી એક ખાસ લેટ-ઈવનિંગ સેલિબ્રેશનનું આયોજન કર્યું છે. આ ઇવેન્ટને મજા અને આરામદાયક આફ્ટર-પાર્ટી જેવી રીતે પ્લાન કરવામાં આવી છે.

દક્ષિણ મુંબઈમાં યોજાનાર આ ખાસ ઈવનિંગનું માહોલ જેઝ નાઈટ અને સ્પીકઈઝી બાર જેવી થીમ પર આધારિત રહેશે. મહેમાનોને વહેલા આવવા, આરામથી બેસી વાતચીત કરવા અને રાતભર જશ્ન માણવા આમંત્રિત કરવામાં આવ્યા છે.

વેડિંગ ઇનવાઇટનો ડિઝાઇન પણ ખૂબ જ આકર્ષક છે. તેમાં મોનોક્રોમ લુક સાથે હળવો અને મસ્ત અંદાજ જોવા મળે છે, જે આ લગ્ન સમારંભના સ્ટાઇલિશ અને ઇન્ટિમેટ માહોલની ઝલક આપે છે. એકંદરે, કૃતિકા કામરા અને ગૌરવ કપૂરના આ લગ્ન, ખાનગી હોવા છતાં, ખૂબ જ ખાસ અને યાદગાર બનવાના છે.

kritika kamra gaurav kapur celebrity wedding mumbai bollywood buzz bollywood news bollywood entertainment news