સલમાન ખાનના પરિવાર પર તૂટ્યો દુઃખનો ડુંગર! પરિવારના આ ખાસ સભ્યયનું નિધન…

10 June, 2026 05:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Kumod Raney death: સલમાન ખાનના નજીકના મિત્ર કુમુદ રાણેનું અવસાન થયું અને આ સમાચારથી આખા ખાન પરિવારનું દિલ તૂટી ગયું. કુમુદ ખરેખર કોણ હતી, જેના નિધનથી ખાન પરિવારને ખૂબ જ આઘાત લાગ્યો હતો? ચાલો જાણીએ વધુ…

સલમાન ખાનની ફાઇલ તસવીર

મંગળવારે સલમાન ખાન (Salman Khan) તેમના એક નજીકની પારિવારિક મિત્ર કુમુદ રાણે (Kumod Raney)ના અંતિમ સંસ્કારમાં હાજરી આપતી વખતે પોતાના આંસુ રોકી શક્યા નહોતા. આ દરમિયાન તેમની સાથે ખાન પરિવારના અન્ય સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. સોશિયલ મીડિયા (Social Media) પર આ દ્રશ્યો શેર કરવામાં આવ્યા છે, જેને જોઈને ઘણા લોકોએ ચિંતા વ્યાપ્ત કરી છે અને આ અભિનેતાને આટલા મોટા આઘાતમાં મૂકનાર વિશે જાણવાની ઉત્સુકતા દર્શાવી છે. ફેમેલી ફ્રેન્ડ કુમુદ રાણેના નિધન પછી (Kumod Raney death) ખાન પરિવારને સતત સાંત્વના મળી રહી છે અને સાથે જ લોકોના મનમાં પ્રશ્ન થઈ રહ્યો છે કે, આખરે આ વ્યક્તિ કોણ હતી?

ખાન પરિવારની ફેમેલી ફ્રેન્ડનું નિધન

સલમાન ખાન અને તેમના પરિવારના નજીકના મિત્ર કુમુદ રાણેનું મંગળવારે નિધન થયું હતું. મુંબઈ (Mumbai)માં યોજાયેલા તેમના અંતિમ સંસ્કારમાં સલમાન ખાન સહિત પરિવારના સભ્યો હાજર રહ્યા હતા.

કોણ હતા કુમુદ રાણે?

સોશિયલ મીડિયાની પોસ્ટ્સ પરથી જાણવા મળે છે કે કુમુદના લગ્ન સલમાન ખાનના જૂના મિત્ર જુગ્ગી રાણે (Juggey Raney) સાથે થયા હતા. વર્ષોથી તેઓ સલમાન અને ખાન પરિવાર સાથે ગાઢ સંબંધ ધરાવતા હતા અને તેમના મિત્ર વર્તુળનો એક મહત્વનો હિસ્સો બની ગયા હતા. કુમુદ દુબઈ (Dubai) સ્થિત એક બિઝનેસવુમેન હતા અને તેમણે વર્ષ ૨૦૦૫ માં ત્યાં `રેન બ્યુટી બાર` (Reign Beauty Bar) નામની એક લોકપ્રિય બ્યુટી અને વેલનેસ સંસ્થાની સ્થાપના કરી હતી.

બ્રાન્ડના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરાયેલી એક પોસ્ટ અનુસાર, કુમુદ દ્વારા `રેન`ના માધ્યમથી એક ઉચ્ચ સ્તરનું બ્યુટી લાઉન્જ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે ગુણવત્તા સાથે કોઈ સમજૂતી કર્યા વિના એક જ છત નીચે ઘણી સેવાઓ પ્રદાન કરે. બ્યુટી ઇન્ડસ્ટ્રી ઉપરાંત તેમને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, સોશિયલ મીડિયા અને માર્કેટીંગનો પણ ઘણો શોખ હતો.

કુમુદ મોટાભાગે લાઈમલાઈટથી દૂર રહેતા હતા, પરંતુ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની ઝલક ખાન પરિવાર સાથેના તેમના ગાઢ સંબંધો દર્શાવે છે. સલમાન ખાન સાથે સામાજિક મેળાવડાઓમાં હાજરી આપવાથી અને જન્મદિવસની ઉજવણી કરવાથી લઈને સોહેલ ખાન (Sohail Khan)ની પૂર્વ પત્ની સીમા સજદેહ (Seema Sajdeh) સાથે સમય વિતાવવા સુધીની તેમની પોસ્ટ્સમાં પરિવાર સાથેની ઘણી પળો કેદ થઈ હતી.

તેમજ તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ૧૫,૦૦૦થી વધુ ફોલોઅર્સ હતા અને ૬૩૩ પોસ્ટ્સ હતી, જે તેમના અંગત જીવન, પ્રવાસ, વ્યવસાય અને ખાન પરિવાર તેમજ મિત્રો સાથેની ખાસ પળોની ઝાંખી કરાવતી હતી. એવું માનવામાં આવે છે કે તેમનો એક પુત્ર છે જેનું નામ કબીર છે.

કુમુદે આ વર્ષની શરૂઆતમાં જ તેમનો ૬૦મો જન્મદિવસ એક ભવ્ય સમારોહ સાથે ઉજવ્યો હતો, જેમાં સલમાન ખાન સહિત તેમના નજીકના મિત્રો અને સ્નેહીજનોએ હાજરી આપી હતી.

ખાન પરિવારે આપી ભાવુક વિદાય

મંગળવારે ખાન પરિવારના સભ્યોએ કુમુદ રાણેને ભાવુક વિદાય આપવા માટે એકઠા થઈને અંતિમ સંસ્કારની વિધિ દરમિયાન તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે સલમાન ખાન, સોહેલ ખાન, અરબાઝ ખાન, હેલન (Helen) અને સલમા ખાન ઉપસ્થિત રહ્યા હતા.

અંતિમ સંસ્કારમાં હાજર રહેલા સલમાન ખાનના કેટલાક ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે, જેમાં અભિનેતા શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતી વખતે ખૂબ જ ભાવુક દેખાઈ રહ્યા છે.

સોહેલ અને અર્પિતાએ કુમુદના નિધન પર શોક વ્યક્ત કર્યો

સોહેલે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર કુમુદ સાથેના ખુશીના દિવસોનો એક જૂનો ફોટો શેર કર્યો હતો. આ ફોટો શેર કરતા સોહેલે લખ્યું કે, તેમણે આજે તેમની સુંદર બહેન ગુમાવી દીધી છે, જેની જગ્યા દુનિયામાં કોઈ લઈ શકે તેમ નથી. તેમણે ઉમેર્યું કે કુમુદ જગ્ગી અને કબીરની લાઈફલાઈન હોવાથી તેમનું હૃદય આ પરિવાર માટે દ્રવી ઉઠે છે. આવા સમયમાં જીવન અન્યાયી લાગે છે અને ભગવાન પર સવાલો ઉભા થાય છે. સોહેલે પ્રાર્થના કરી કે તે જ્યાં પણ હોય ખુશ રહે અને તેઓ તેને હંમેશા યાદ કરશે.

સલમાનની બહેન અર્પિતા ખાન (Arpita Khan)એ પણ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર કુમુદ સાથેનો એક ફોટો શેર કર્યો હતો. તેમણે લખ્યું કે, વ્હાલી કુમુદ, તેઓ સાથે વિતાવેલા તમામ સમયને હંમેશા યાદ રાખશે. તેમની હુંફ, પ્રેમ અને રમૂજી સ્વભાવની હંમેશા ખોટ વર્તાશે. અર્પિતાએ વધુમાં જણાવ્યું કે તેઓ તેને ખૂબ પ્રેમ કરે છે અને તે હંમેશા ઉપરથી તેમની દેખરેખ રાખશે.

celebrity death Salman Khan sohail khan arpita khan helen entertainment news bollywood bollywood news