માઁ બહનના સ્ક્રીનિંગમાં છવાઈ ગઈ માધુરી અને અનિલ કપૂરની કેમિસ્ટ્રી

08 June, 2026 10:13 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્ક્રીનિંગમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિત લગભગ ૭ વર્ષ બાદ એકસાથે જોવા મળ્યાં

માધુરી અને અનિલ કપૂર `માઁ બહન`ના સ્ક્રીનિંગમાં

માધુરી દીક્ષિત હાલમાં પોતાની ફિલ્મ ‘માઁ બહન’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ OTT પર રિલીઝ થઈ છે. શનિવારે રાતે ફિલ્મના સ્પેશ્યલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બૉલીવુડના અનેક સિતારાઓએ હાજરી આપી હતી. આ સ્ક્રીનિંગમાં અનિલ કપૂર અને માધુરી દીક્ષિત લગભગ ૭ વર્ષ બાદ એકસાથે જોવા મળ્યાં અને તેમની કેમિસ્ટ્રી છવાઈ ગઈ હતી. વર્ષો બાદ પણ બન્ને વચ્ચે શાનદાર બૉન્ડિંગ જોવા મળ્યું હતું. માધુરી અને અનિલની જોડીને ‘તેઝાબ’, ‘રામ લખન’, ‘બેટા’, ‘પરિન્દા’ અને ‘પુકાર’ જેવી ફિલ્મોમાં દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. છેલ્લે બન્ને ૨૦૧૯માં રિલીઝ થયેલી ‘ટોટલ ધમાલ’માં સાથે જોવા મળ્યાં હતાં.

upcoming movie madhuri dixit anil kapoor netflix latest films entertainment news bollywood bollywood news