17 May, 2025 10:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મીનાક્ષી શેષાદ્રિ
૧૯૮૮માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ ‘તેઝાબ’માં અનિલ કપૂર અને માધુરી દીક્ષિતે મુખ્ય ભૂમિકા ભજવી હતી. જોકે ફિલ્મના પ્રોડ્યુસર પહેલાં આ ફિલ્મમાં મીનાક્ષી શેષાદ્રિ અને આદિત્ય પંચોલીની જોડીને લેવા માગતા હતા, પણ મીનાક્ષીએ વધારે ફી માગતાં તેની જગ્યાએ માધુરીને લેવામાં આવી હતી. આ ફિલ્મમાં હીરો તરીકે આદિત્ય પંચોલીની પસંદગી થઈ હતી, પણ એમાં અનિલ કપૂરના મોટા ભાઈ બોની કપૂરે દરમ્યાનગીરી કરતાં આદિત્યને બદલે અનિલ કપૂરને સાઇન કરવામાં આવ્યો હતો.
‘તેઝાબ’નું ડિરેક્શન એન. ચંદ્રાએ કર્યું હતું અને એ ૧૯૮૮ની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક બની હતી. આ ફિલ્મ માધુરીની કરીઅર માટે ટર્નિંગ પૉઇન્ટ બની હતી. આજે પણ એની ગણતરી ’૮૦ના દાયકાની આઇકૉનિક ફિલ્મોમાં થાય છે.૧૯૮૮માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ ‘તેઝાબ’માં અનિલ કપૂર અને માધુરી દીક્ષિતે મુખ્ય ભૂમિકા ભજવી હતી. જોકે ફિલ્મના પ્રોડ્યુસર પહેલાં આ ફિલ્મમાં મીનાક્ષી શેષાદ્રિ અને આદિત્ય પંચોલીની જોડીને લેવા માગતા હતા, પણ મીનાક્ષીએ વધારે ફી માગતાં તેની જગ્યાએ માધુરીને લેવામાં આવી હતી. આ ફિલ્મમાં હીરો તરીકે આદિત્ય પંચોલીની પસંદગી થઈ હતી, પણ એમાં અનિલ કપૂરના મોટા ભાઈ બોની કપૂરે દરમ્યાનગીરી કરતાં આદિત્યને બદલે અનિલ કપૂરને સાઇન કરવામાં આવ્યો હતો.
‘તેઝાબ’નું ડિરેક્શન એન. ચંદ્રાએ કર્યું હતું અને એ ૧૯૮૮ની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક બની હતી. આ ફિલ્મ માધુરીની કરીઅર માટે ટર્નિંગ પૉઇન્ટ બની હતી. આજે પણ એની ગણતરી ’૮૦ના દાયકાની આઇકૉનિક ફિલ્મોમાં થાય છે.