03 December, 2025 10:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
માધુરી દીક્ષિતે જિયોહૉટસ્ટાર પર આવનારી પોતાની આગામી સિરીઝ ‘મિસિસ દેશપાંડે’નું પ્રમોશન શરૂ કરી દીધું છે. આ પ્રમોશનલ કાર્યક્રમ દરમ્યાન ૫૮ વર્ષની માધુરીએ સ્ટેજ પર ‘તેઝાબ’ના પોતાના સુપરહિટ ગીત ‘એક દો તીન...’ પર જબરદસ્ત પર્ફોર્મન્સ કરીને ફૅન્સનાં દિલ જીતી લીધાં હતાં. આ ડાન્સ સમયે માધુરીની એનર્જી અને ચહેરા પરનાં એક્સપ્રેશન પર તેની ઉંમરની કોઈ અસર જોવા નહોતી મળતી.