✕

જમાલ કુડુ પર ધમાલ માધુરી દીક્ષિતની

09 November, 2026 07:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍનિમલ’ ફિલ્મમાં બૉબી દેઓલ દ્વારા કરવામાં આવેલા આ ગીતના ખાસ સ્ટેપને ફરીથી કરતી જોવા મળે છે. રિપોર્ટ પ્રમાણે માધુરી અને તેના પતિ ડૉ. શ્રીરામ નેનેએ દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું અને આમાં જ માધુરીએ આ ડાન્સ કર્યો હતો.

જમાલ કુડુ પર માધુરી દીક્ષિતનો ડાન્સ

માધુરી દીક્ષિતે તાજેતરમાં ‘ઍનિમલ’ ફિલ્મના લોકપ્રિય ગીત ‘જમાલ કુડુ’ પર પોતાના અંદાજમાં ડાન્સ કરીને સોશ્યલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચ્યું છે. માધુરીનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર થઈ રહ્યો છે જેમાં તે માથા પર ગ્લાસ રાખીને ગીતના હુક સ્ટેપને ફરીથી કરતી જોવા મળે છે. માધુરીના આ ડાન્સની ખૂબ પ્રશંસા થઈ રહી છે. વિડિયોમાં માધુરી જાંબલી રંગના અનારકલી સૂટમાં જોવા મળે છે. તે ‘ઍનિમલ’ ફિલ્મમાં બૉબી દેઓલ દ્વારા કરવામાં આવેલા આ ગીતના ખાસ સ્ટેપને ફરીથી કરતી જોવા મળે છે. રિપોર્ટ પ્રમાણે માધુરી અને તેના પતિ ડૉ. શ્રીરામ નેનેએ દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું અને આમાં જ માધુરીએ આ ડાન્સ કર્યો હતો.

madhuri dixit bobby deol animal bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news social media