હૈદરાબાદની ફુટબૉલ ક્લબ સાથે મળીને ફુટબૉલને પ્રમોટ કરશે ‘મૈદાન’

18 September, 2021 01:03 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મ ‘મૈદાન’માં ભારતીય ફુટબૉલના સુવર્ણકાળને દેખાડવામાં આવશે

અજય દેવગન

અજય દેવગનની ‘મૈદાન’ની ટીમ હૈદરાબાદની ફુટબૉલ ક્લબ સાથે મળીને દેશભરમાં ફુટબૉલની રમતને પ્રોત્સાહન આપશે. ફિલ્મ ‘મૈદાન’માં ભારતીય ફુટબૉલના સુવર્ણકાળને દેખાડવામાં આવશે. આ ફિલ્મમાં ફુટબૉલ કોચ સૈયદ અબ્દુલ રહીમની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મને બોની કપૂર, આકાશ ચાવલા, અરુણ જૉયસેન ગુપ્તા અને ઝી સ્ટુડિયોઝે સાથે મળીને પ્રોડ્યુસ કરી છે. આ પાર્ટનરશિપને લઈને બોની કપૂરે કહ્યું હતું કે ‘હૈદરાબાદની ફુટબૉલ ક્લબ સાથે અમારી આ ભાગીદારી ઇન્ડસ્ટ્રીમાં પહેલી વખત થઈ છે. ‘મૈદાન’ દ્વારા શ્રી સૈયદ અબ્દુલ રહીમની મહેનતને દેખાડવામાં આવશે. હૈદરાબાદની ફુટબૉલ ક્લબે અનેક પડકારોને મહાત આપીને પોતાના સમર્પણના બળે એક આગવું સ્થાન બનાવ્યું છે. એથી આ પાર્ટનરશિપના માધ્યમથી દેશમાં ફુટબૉલની રમતમાં વિકાસ લાવવાની સાથે જ યંગ ખેલાડીઓની ટૅલન્ટને મંચ આપવામાં આવશે. આ ફિલ્મ દ્વારા ભારતીય ફુટબૉલના ઇતિહાસના પાના પર પ્રકાશ પાડવામાં આવશે.’

બીજી તરફ આ પાર્ટનરશિપ વિશે ટ્‍‍વિટર પર અજય દેવગને ટ્વીટ કર્યું હતું કે ‘ફિલ્મ ‘મૈદાન’ની સ્ટોરી વિશે દરેક ભારતીયે જાણવાની જરૂર છે. આશા છે કે આ ફિલ્મના માધ્યમથી દેશમાંથી સ્પોર્ટ્સમાં નવા સુપરસ્ટાર આપણને મળશે. હૈદરાબાદ ફુટબૉલ ક્લબ સાથેની આ પાર્ટનરશિપ અને ‘મૈદાન’ દ્વારા આવનારી પેઢીને પ્રોત્સાહિત કરવાનો અમારો ઉદ્દેશ સાર્થક થશે.’

 

bollywood news entertainment news ajay devgn