એક્સ ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરાના બર્થ-ડે પર અર્જુન કપૂરે જુની યાદો તાજી કરી, ખાસ અંદાજમાં કર્યું વિશ

23 October, 2025 12:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Malaika Arora Birthday: અર્જુન કપૂરે તેની એક્સ ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરાને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી; સ્ટોરીમાં પોસ્ટ કરી આ તસવીર

અર્જુન કપૂર અને મલાઈકા અરોરાની રિલેશનશિપનો ગયા વર્ષે અંત આવ્યો હતો

બોલીવુડ (Bollywood) અભિનેતા અર્જુન કપૂર (Arjun Kapoor) અને મલાઈકા અરોરા (Malaika Arora) હવે સાથે નથી, પરંતુ તેમની મિત્રતા અકબંધ છે. આજે, અભિનેત્રી મલાઈકા અરોરા તેનો 52મો જન્મદિવસ ઉજવી રહી છે. આ પ્રસંગે, તેના એક્સ બોયફ્રેન્ડ અર્જુન કપૂરે તેને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે.

અભિનેત્રી મલાઈકા અરોરા આજે ૫૨મો જન્મદિવસ ઉજવી રહી છે. પોતાના ઇન્સ્ટાગ્રામ પર મલાઈકાનો ફોટો શેર કરતા એક્સ બોયફ્રેન્ડ અર્જુન કપૂરે લખ્યું (Arjun Kapoor’s birthday wish for ex-girlfriend Malaika Arora) કે, ‘જન્મદિવસની શુભકામનાઓ મલાઈકા. હંમેશા નવી ઊંચાઈઓ પર પહોંચતા રહો, હસતા રહો અને કંઈક નવું શોધતા રહો.’ આ પોસ્ટ સાથે, તેણે મલાઈકાનો પેરિસ (Paris) ટ્રીપ દરમિયાન પોઝ આપતો એક જૂનો ફોટો શેર કર્યો છે.

અર્જુન કપૂરે મલાઈકા અરોરાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી અને તેને હસતા રહેવા અને નવી ઊંચાઈઓ પર પહોંચતા રહેવા માટે પ્રોત્સાહિત પણ કરી.

અર્જુન કપૂર અને મલાઈકા અરોરાનો સંબંધ બોલીવુડની સૌથી ચર્ચિત પ્રેમકથાઓમાંનો એક રહ્યો છે. મલાઈકાના પહેલા લગ્ન અભિનેતા-નિર્માતા અરબાઝ ખાન (Arbaaz Khan) સાથે થયા હતા. બંનેએ વર્ષ ૧૯૯૮ માં લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્ર અરહાન ખાન છે. જોકે, તેઓ વર્ષ ૨૦૧૬ માં અલગ થઈ ગયા. અરબાઝ ખાન સાથે મલાઈકાના છૂટાછેડા પછી, બંનેએ વર્ષ ૨૦૧૮ માં ડેટિંગ શરૂ કર્યું હતું. તેમણે થોડા વર્ષો સુધી તેમના સંબંધોને ખાનગી રાખ્યા હતા, પરંતુ પછીથી ઘણી વખત સાથે જાહેરમાં જોવા મળ્યા હતા. ગયા ઓક્ટોબરમાં, તેમની ફિલ્મ ‘સિંઘમ અગેન’ (Singham Again)ના પ્રમોશન દરમિયાન, અર્જુન કપૂરે ખુલાસો કર્યો હતો કે તે હવે સિંગલ છે. આનાથી તેમના અલગ થવાની અફવાઓને (Arjun Kapoor and Malaik Arora’s breakup) સમર્થન મળ્યું. જોકે, બ્રેકઅપ પછી પણ અર્જુન અને મલાઈકા વચ્ચે ગાઢ મિત્રતા છે, તેમની દોસ્તી કાયમ છે. આ વર્ષે એટલે કે સપ્ટેમ્બર 2025 માં ફિલ્મ ‘હોમબાઉન્ડ’ (Homebound) ના પ્રીમિયરમાં અર્જુન કપૂર અને મલાઈકા અરોરા એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા હતા, જે સ્પષ્ટપણે તેમની વચ્ચે પરસ્પર આદર અને નિકટતા દર્શાવે છે.

મલાઈકા અરોરાની વાર કરીએ તો, અભિનેત્રીએ પોતાના નૃત્ય અને શૈલીથી બોલિવૂડમાં પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે. તેણીએ ક્યારેય પોતાની કારકિર્દી ફક્ત ફિલ્મો સુધી મર્યાદિત રાખી નથી. તેણીના નૃત્ય અને સ્ટેજ પર્ફોમન્સને તેણીને માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઓળખ અપાવી છે. તાજેતરમાં, મલાઈકા અરોરા ફિલ્મ ‘થામા’ (Thama) ના એક ગીતમાં જોવા મળી હતી અને તેના નૃત્યને દર્શકોએ ખૂબ પસંદ કર્યું હતું. આ ગીતમાં મલાઈકા સાથે રશ્મિકા મંદાના (Rashmika Mandanna) પણ જોવા મળે છે. જો કે, આ ઉંમરે પણ મલાઈકા રશ્મિકાને પાછળ છોડી દે છે તેવું આ ગીતમાં લાગે છે.

malaika arora happy birthday arjun kapoor instagram relationships entertainment news bollywood bollywood news bollywood gossips