‘તડપ’માં મસૂરીના લોકેશન દ્વારા ફ્રેશનેસ લાવવાની કોશિશ કરી છે મિલન લુથરિયાએ

18 November, 2021 03:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘તડપ’માં ફ્રેશનેસ લાવવા માટે અદ્ભુત દૃશ્યો, કુદરતી સૌંદર્ય અને દેશની સુંદરતાનો અગત્યનો ભાગ એટલે આકાશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.’

‘તડપ’માં મસૂરીના લોકેશન દ્વારા ફ્રેશનેસ લાવવાની કોશિશ કરી છે મિલન લુથરિયાએ

અહાન શેટ્ટી અને તારા સુતરિયાએ ‘તડપ’નું શૂટિંગ મસૂરીમાં કુદરતી સૌંદર્યની સાથે જ કેટલાક પડકારોની વચ્ચે કર્યું હતું. આ ફિલ્મ દ્વારા અહાન બૉલીવુડમાં એન્ટ્રી કરી રહ્યો છે. આ ફિલ્મને મિલન લુથરિયાએ ડિરેક્ટ અને સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે. ૩ ડિસેમ્બરે આ ફિલ્મ રિલીઝ થવાની છે. મસૂરીની પ્રશંસા કરતાં મિલન લુથરિયાએ કહ્યું હતું કે ‘આ ફિલ્મ માટે લોકેશનની શોધ કરવી એ અમારા માટે સરળ નહોતું. અમને એવાં સ્થાનની જરૂર હતી કે જે ભારે ઍક્શન, રોમૅન્સની સાથે જ કદી ન જોયાં હોય એવાં ફ્રેશ હોય. અમારા રાઇટર રજત અરોરાએ મસૂરીમાં બાળપણમાં ઉનાળો પસાર કર્યો હતો. એથી અમે એ જોવા ગયા. જોકે હું ચોંકી ગયો હતો. મેં આખા ભારતમાં અનેક ઠેકાણે શૂટિંગ કર્યું છે પરંતુ પહાડોની આ સુંદરતાથી હું મોહિત થયો હતો. ખૂબ જ સરળતાથી બધું મળી જતું, ૬ હજાર ફીટ કરતાં પણ વધુ ઊંચાઈ અને કુદરતી સુંદરતાનો ભંડાર છે. આ ભારતનું સૌથી સ્વચ્છ અને સારી રીતે જાળવી રાખેલું હિલ-સ્ટેશન છે. એના જેવું જ એક હિલ-સ્ટેશન આપણને પથ્થરોના રસ્તા, ચર્ચ અને અનોખી બેકરીઝ તથા કૅફે જોઈને બ્રિટિશના યુગની યાદ અપાવે છે. એમાં તમને એકના ભાવમાં બે મળે છે.’
શૂટિંગ વખતે કેવા પ્રકારની તકલીફ પડી હતી એ વિશે મિલને કહ્યું હતું કે ‘શૂટિંગ વખતે સૌથી વધુ તકલીફ અમને હવામાનની પડી હતી, ખાસ કરીને તો રાતે. અચાનક ટેમ્પરેચર ઝીરોથી નીચે આવી જતું હતું અને ઠંડો પવન વાતો હતો. કેટલાક સીન્સ શૂટ કરતી વખતે ઍક્ટર્સ કૅમેરા રોલ થાય એ અગાઉ હૉટ વૉટર બૅગ્સ પાસે રાખતા હતા. ‘તડપ’માં ફ્રેશનેસ લાવવા માટે અદ્ભુત દૃશ્યો, કુદરતી સૌંદર્ય અને દેશની સુંદરતાનો અગત્યનો ભાગ એટલે આકાશનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news Tara Sutaria