12 September, 2026 12:27 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિર્ઝાપુર : ધ મૂવીએ પહેલા અઠવાડિયામાં ૧૫૨.૫૫ કરોડ રૂપિયા રળ્યા
‘મિર્ઝાપુર : ધ મૂવી’ બૉક્સ-ઑફિસ પર સારો એવો દેખાવ કરી રહી છે. આ ફિલ્મના હિન્દી વર્ઝને એના પહેલા અઠવાડિયામાં ૧૫૦ કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કર્યું છે જે આ વર્ષે હિન્દી ફિલ્મોમાં ત્રીજું સૌથી મોટું ફર્સ્ટ વીકનું કલેક્શન છે. આ મામલે ‘ધુરંધર : ધ રિવેન્જ’ અને ‘બૉર્ડર 2’ જ ‘મિર્ઝાપુર : ધ મૂવી’થી આગળ છે.
‘મિર્ઝાપુર : ધ મૂવી’ના હિન્દી વર્ઝને પહેલા અઠવાડિયામાં શુક્રવારે ૨૭.૮૫ કરોડ રૂપિયા, શનિવારે ૩૨.૫૦ કરોડ રૂપિયા, રવિવારે ૩૬.૫૦ કરોડ રૂપિયા, સોમવારે ૧૭.૧૦ કરોડ રૂપિયા, મંગળવારે ૧૫.૬૦ કરોડ રૂપિયા, બુધવારે ૧૨.૫૦ કરોડ રૂપિયા અને ગુરુવારે ૧૦.૫૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ રીતે ફિલ્મે પહેલા અઠવાડિયામાં કુલ ૧૫૨.૫૫ કરોડ રૂપિયાનું નેટ કલેક્શન નોંધાવ્યું છે.
ફિલ્મના તેલુગુ વર્ઝને પહેલા અઠવાડિયામાં શુક્રવારે ૨૬ લાખ રૂપિયા, શનિવારે ૨૮ લાખ રૂપિયા, રવિવારે ૩૦ લાખ રૂપિયા, સોમવારે ૧૫ લાખ રૂપિયા, મંગળવારે ૧૦ લાખ રૂપિયા, બુધવારે ૮ લાખ રૂપિયા અને ગુરુવારે પાંચ લાખ રૂપિયાની કમાણી કરી હતી. આમ મર્યાદિત સ્ક્રીન પર રિલીઝ થયેલા તેલુગુ વર્ઝને પહેલા અઠવાડિયામાં કુલ ૧.૨૨ કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.