મોહિત રૈના બનશે રામાયણમાં મહાદેવ?

20 July, 2026 12:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક ગણાતી ‘રામાયણ’નું બજેટ આશરે ૪૦૦૦ કરોડ રૂપિયા છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યો છે અને હવે આ ફિલ્મમાં મહાદેવના પાત્ર માટે મોહિત રૈનાનું નામ ચર્ચામાં છે.

મોહિત રૈના મહાદેવ

ભારતીય સિનેમાની સૌથી મોંઘી ફિલ્મોમાંની એક ગણાતી ‘રામાયણ’નું બજેટ આશરે ૪૦૦૦ કરોડ રૂપિયા છે. આ ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકા ભજવી રહ્યો છે અને હવે આ ફિલ્મમાં મહાદેવના પાત્ર માટે મોહિત રૈનાનું નામ ચર્ચામાં છે. રિપોર્ટ અનુસાર ટેલિવિઝન પર વર્ષો સુધી ભગવાન શિવનું પાત્ર ભજવીને લોકપ્રિય બનેલો મોહિત રૈના ફિલ્મ ‘રામાયણ’માં પણ મહાદેવનું પાત્ર ભજવી શકે છે. જોકે હજુ સુધી આ વાતની કોઈ સત્તાવાર જાહેરાત નથી, કારણ કે હજી મેકર્સ અને મોહિત રૈના વચ્ચે વાતચીત ચાલી રહી છે. 
મોહિત રૈનાએ ‘દેવોં કે દેવ... મહાદેવ’ સિરિયલમાં ૨૦૧૧થી ૨૦૧૪ દરમ્યાન ભગવાન શિવનું પાત્ર ભજવ્યું હતું. તેના આ અભિનયને દર્શકોએ ખૂબ પસંદ કર્યો હતો અને આ રોલ કરીને તે ઘર-ઘરમાં લોકપ્રિય બન્યો હતો.

ramayan ranbir kapoor mohit raina sai pallavi yash naveen kumar gowda ravi dubey rakul preet singh vivek oberoi Arun Govil indian television upcoming movie entertainment news bollywood news bollywood buzz bollywood controversies bollywood gossips bollywood