અમેરિકન યુટ્યુબર સાથે ખાન ત્રિપુટીની જમાવટ

18 October, 2025 04:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મિસ્ટર બીસ્ટ તરીકે જાણીતા થયેલા અમેરિકન યુટ્યુબર-બિઝનેસમૅન જિમી ડોનલ્ડસને પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં બૉલીવુડના ત્રણ સુપરસ્ટાર શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન સાથે તેની એક તસવીર શૅર કરીને ફૅન્સને મોટી સરપ્રાઇઝ આપી છે.

અમેરિકન યુટ્યુબર સાથે ખાન ત્રિપુટીની જમાવટ

મિસ્ટર બીસ્ટ તરીકે જાણીતા થયેલા અમેરિકન યુટ્યુબર-બિઝનેસમૅન જિમી ડોનલ્ડસને પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં બૉલીવુડના ત્રણ સુપરસ્ટાર શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન સાથે તેની એક તસવીર શૅર કરીને ફૅન્સને મોટી સરપ્રાઇઝ આપી છે. હકીકતમાં તાજેતરમાં સાઉદી અરેબિયાના રિયાદમાં આંતરરાષ્ટ્રીય મંચ પર જૉય ફોરમનું આયોજન થયું હતું, જેમાં ઘણી મશહૂર હસ્તીઓ પહોંચી હતી. આ જ ઇવેન્ટમાં બૉલીવુડ તરફથી આમિર ખાન, સલમાન ખાન અને શાહરુખ ખાન પણ ગયા હતા. આ તસવીર પણ ત્યાં ક્લિક કરવામાં આવી હોવાની માનવામાં આવે છે. આ તસવીરમાં મિસ્ટર બીસ્ટ અને આમિર-શાહરુખ-સલમાન એકબીજા સાથે ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. આ તસવીરની કૅપ્શનમાં મિસ્ટર બીસ્ટે લખ્યું છે, ‘હેય ઇન્ડિયા, શું આપણે બધાએ મળીને કંઈક કરવું જોઈએ?’

aamir khan Salman Khan Shah Rukh Khan bollywood buzz youtube bollywood news bollywood gossips bollywood entertainment news